ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી કતારગામ બેઠકના ઉમેદવાર બનવા સુધીની ગોપાલ ઇટાલીયાની રાજકીય સફર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગોપાલ ઇટાલીયાને કતારગામ થી મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે ગોપાલ ઇટાલીયા સતત વિવાદમાં રહ્યા છે. ક્યારેક જૂન વિડીયોને લઈને તો ક્યારેક પોતાની વાણીને લઈને વિવાદમાં ફસાયા છે. ગૃહમંત્રી પર ચંપલ પણ ફેકી ચૂક્યા છે ગોપાલ ઇટાલીયા. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવારની રાજકીય સફર ખૂબ વિવાદમાં રહી છે.

ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગરના વતની છે. તેમણે કૉલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે અને પૉલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે. હાલ હવે તેઓ સુરતમાં રહે છે. સુરતમાં ઘણા યુવાનો અને રહીશો તેમને એક ઍક્ટિવિસ્ટ તરીકે ઓળખે છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારના યુવાઓમાં તેમનો પ્રભાવ વધુ જોવા મળે છે.ગુજરાતમાં એલઆરડી પરીક્ષા વિવાદ વખતે તેમણે પ્રદર્શનકર્તા યુવાઓને સમર્થન આપ્યું હતું.રાજકારણમાં ઝંપલાવ્યું તે પૂર્વે તેઓ એક સરકારી કર્મચારી હતા અને ત્યાર બાદ એક સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા હતા.

નોકરી સાથે ડિગ્રી મેળવી
ગોપાલ ઇટાલીયા ઘણા પ્રકારની નોકરી કરી. વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ કરી. ગોપાલ ઇટાલીયા ત્યાર બાદ લોકરક્ષક દળમાં જોડાયા ત્યાર બાદ નોકરીની સાથે સાથે તેમણે આગળની ડિગ્રી પોલિટિકલ સાયન્સમાં મેળવી.
ડિગ્રી મેળવ્યા બાદ અમદાવાદ કલેક્ટર ઑફિસમાં ક્લાર્ક તરીકે નોકરી મેળવી. છેલ્લી નોકરી ધંધૂકા કરી ત્યાર બાદ તેમણે નોકરી માંથી રાજીનામું ધરી દીધું.

ADVERTISEMENT

ગોપાલ ઇટાલીયા અને વિવાદ
ગોપાલ ઈટાલિયાએ વર્ષ 2017માં નીતિન પટેલને રાજ્યમાં પ્રૉહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે એક ફોન કૉલ કર્યો હતો. આ ફોન કૉલનો ઓડિયો વાઇરલ થયો હતો. જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી.

ગૃહમંત્રી પર ચંપલ ફેક્યું
ગુજરાત વિધાનસભાની બહાર ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ પણ ફેંક્યું હતું. રાજ્યમાં ભ્રષ્ટાચારની સ્થિતિ મામલે વિરોધ દર્શાવવા આવું કર્યું હોવાનું તેમણે કહ્યું હતું. આ ઘટના પછી તેઓ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા હતા અને તેમની સામે ફરિયાદ દાખલ થઈ હતી.

ADVERTISEMENT

પાટીદાર આંદોલનમાં સક્રિય થયાં
ગુજરાતમાં પાટીદાર આંદોલન અને ઉના દલિત આંદોલન બાદ જે કેટલાક યુવા ચહેરાઓ આક્રમક રીતે સરકારની સામે આવ્યા તેમાં હાર્દિક પટેલ, હાલ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને છેલ્લે રાજકારણમાં આવનાર ગોપાલ ઈટાલિયાનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પ્રદેશ ઉપધાયક્ષ બન્યા
ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડિસેમ્બર 2020માં તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રભાવ
ઇટાલિયાને ગયા વર્ષે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં AAPના પ્રભાવશાળી પ્રદર્શનનો શ્રેય આપવામાં આવ્યો હતો, જ્યાં તેણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં 120 માંથી 27 બેઠકો જીતી હતી. સુરત ઇટાલિયાનું હોમ ટાઉન છે, અહીં કોર્પોરેશનમાં મુખ્ય વિપક્ષ તરીકે પાર્ટી ઉભરી આવી હતી.

ગોપાલ ઇટાલીયા વિવાદમાં ફસાયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો સામે આવવા લાગ્યા હતા ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ ગોપાલ ઇટલીયાનો વિવાદિત વિડીયો શેર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાને પણ રાજકારણમાં ખેસડવામાં આવતા વિવાદ વધ્યો હતો.

શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતા સમાજની લાગણી દુભાતા ફરિયાદ નોંધાવવામાં
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતા સમાજની લાગણી દુભાતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આહિર સમાજના અમિતભાઈ ડાંગર દ્વારા ઉમરાળા પોલીસ મથકમાં ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બદનક્ષીની ફરિયાદ નોંધાઈ
આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાજપમાં નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ હતી. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ 469, 500, 504 કલમ લગાવાઈ છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ઉચ્ચાયેલા શબ્દો અંગે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ દાખલ થઈ હતી. એક નિવેદમાં હર્ષ સંઘવીને ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ સંધવી કહ્યા હતા. તેમજ ગોપાલ ઈટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ ‘બૂટલેગર’ તરીકે પણ સંબોધન કર્યું હતું. ત્યારે સોના-ચાંદીના વેપારી પ્રતાપભાઈ ચોડવડિયા(જીરાવાલા)એ બદનક્ષીની ફરિયાદ નોંધાવીહતી.

    follow whatsapp

    ADVERTISEMENT