ગોધરા નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક, 4 મહિનાથી પેન્શન ન મળતા પેન્શનરોએ ભીખ માંગી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/ગોધરા: ગોધરા નગરપાલિકાના પેન્શનરોને છેલ્લા મહિનાથી પેન્શન ન મળતા હાલત કફોડી બની છે. નગરપાલિકા પાસે પેન્શન આપવાના પણ પૈસા ન હોવાની જાણ કરવામાં આવી હતી. એવામાં હવે પેન્શનરોએ વિરોધ માટે નવતર કીમિયો અપનાવ્યો છે. આજે પેન્શનરોએ રસ્તા પર ઉતર્યા હતા અને વાટકામાં રાહદારીઓ પાસેથી ભીખ માંગીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પૈસા તેઓ નગરપાલિકાને આપશે જેથી તે સધ્ધર થાય. અગાઉ પેન્શનરો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા, જોકે તેમ છતાં પેન્શન નહોતું મળ્યું, આમ આખરે તેમણે હવે વિરોધ માટે નવો રસ્તો અપનાવવો પડ્યો છે.

ભીખ માગીને મળનારા પૈસા નગરપાલિકાને આપશે
વિરોધ કરી રહેલા પેન્શનરે જણાવ્યું હતું કે, આ વિરોધ વ્યક્ત કરીને જે પણ નાણાં મળશે તેને નગરપાલિકા પ્રમુખને આપવાના છે. નગરપાલિકા તળિયા ઝાટક થઈ ગઈ છે. નગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારના પૈસા નથી કે આ લોકોનો પેન્શનનો પગાર કરી શકે. એટલે અમે નાગરિકો પાસેથી ભીખ માગી, પૈસા એકત્રિત કરીને આ ફંડ નગરપાલિકાને આપીશું, જેનાથી નગરપાલિકા થોડી સધ્ધર થાય એવો અમારો પ્રયોગ છે.

આ પણ વાંચો: જનેતા બની હત્યારી: 2 માસની માસુમ બાળકીને માતાએ સિવિલના ત્રીજા માળેથી નીચે ફેંકી, ચોંકાવનારું છે કારણ

ADVERTISEMENT

પ્રમુખ-કાઉન્સિલરો કટકી ખાતા હોવાનો આક્ષેપ
બીજી તરફ ગોધરા નગરપાલિકાના બત્તી વિભાગમાં વોર્ડ નંબર.8 ના કાઉન્સિલર અલ્તાફહયાતે ત્રણ દિવસથી તાળુ મારીને ચાવી લઈને જતા રહ્યા છે. આજે તેમણે ગુજરાત Tak સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારા કામો નથી થતા, તેથી મેં બધી વિભાગને તાળું માર્યું છે. તેમજ આવનારા દિવસોમાં બધી વિભાગની નગરપાલિકાને પણ તાળા વાગી જશે. પ્રમુખ અને કાઉન્સિલરો કટકી ખાય છે કોઈ પ્રકારના કામો થતા નથી, તેના કારણે અમારે પ્રજાને શું જવાબ આપવા. જેથી મેં પગલા ભર્યાં છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: વર્ષના પહેલા દિવસે, પહેલા દર્શન… પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, એકસાથે 2 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

ADVERTISEMENT

શું કહે છે નગરપાલિકા પ્રમુખ
પાલિકાના તમામ ટીમના સ્ટાફ ગોધરાના અગાઉના બાકી અને હાલના બાકીની વસુલાત કરશે. વસુલાત નહીં થાય તો તાત્કાલીક સીલ કરવાની કાર્યવાહી કરાશે. દરમિયાન કોઈપણ પદાધિકારી હોય કે કોઈનું પણ નગરપાલિકા સાંભળશે નહીં. અમે ઢોલ નગારા લઈને સાથે નીકળીશું અને તેમના કામ પણ સમાચારમાં આપીશું. જુના 7થી 8 કરોડ બાકી છે અને નવામાં 30 ટકા જેટલા બાકી છે મની સામે આવતીકાલથી તવાઈ બોલાવાશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT