વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી વિવાદ, સાયન્સ ફેકલ્ટીમાં યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાઈરલ
વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગ નજીક યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં…
ADVERTISEMENT
વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગ નજીક યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતી ચાદર પાથરીને નમાઝ અદા કરી રહી છે. જોકે Gujarat Tak આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. પ્રાથમિક તપાસમાં વીડિયો 13મી જાન્યુઆરીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં સમગ્ર મામલે નમાઝ પઢનારી યુવતી કોણ છે તે અંગે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, બનાસકાંઠામાં ખેતરોમાં બરફની ચાદર છવાઈ, આબુમાં પાણી થીજી ગયું
વીડિયો વાઈરલ થતા તપાસની માગણી કરાઈ
યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાઈરલ થયા બાદ સેનેટ મેમ્બર્સ દ્વારા ફેકલ્ટીના ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વાઈરલ વીડિયો યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આસપાસ અન્ય વિદ્યાર્થીઓ પણ દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
અગાઉ પણ વીડિયો વાઈરલ થઈ હતો
નોંધનીય છે કે, આ પહેલા તાજેતરમાં જ એમ.એસ યુનિવર્સિટીના પરિસરમાં આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ હડકંપ મચી ગયો હતો. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદે મામલામાં હસ્તક્ષેપ કરીને યુનિવર્સિટીના સત્તાધીશો પાસે તપાસની માગણી કરી હતી. આ સાથે મામલો એટલો ગરમાયો હતો કે એમ.એસ યુનિવર્સિટીમાં વિશ્વ હિન્દુ પરિષદે રામધૂન પણ બોલાવી હતી. ત્યારે ફરી એકવાર આ પ્રકારનો વીડિયો વાઈરલ થતા યુનિવર્સિટીના સત્તાધીશો ફરીથી દોડતા થઈ ગયા છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT
ADVERTISEMENT