ગેની બેને કેમ પોલીસની આંગળીઓ કાપી નાખવાની ચીમકી ઉચ્ચારી? જાણો સમગ્ર વિવાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠાઃ આંગણવાડી કાર્યક્રમ દરમિયાન વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે ઉગ્ર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો પોલીસ કોઈપણ મહિલાને પકડે તો હું તેમને પડકારી રહી છું. વાવ, થરાદની કોઈપણ મહિલા પર જો પોલીસે આંગળી પણ ઉઠાવી છે તે હું તમામની આંગળીઓ કાપી નાખીશ. ન્યાય તથા હક માટે લડત આપતા કોઈ હેરાન ન કરી શકે. તેઓ કાયદાકીય વ્યવસ્થાને જાળવવા માટે કાર્યરત છે. કોઈને મુશ્કેલીમાં મુકવા માટે નહીં.

આંગણવાડી કાર્યકર્તાનું આંદોલન
થરાદ, વાવ તાલુકામાં આંગણવાડી કાર્યકર બેહનો પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે હડતાળ પર ઉતરી ગઈ છે. તેવામાં ગુરૂવારે તેમનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. તેઓ પોતાના માગને સ્વીકૃતી મળે એની માટે આંદોલન કરી રહ્યા છે. તેઓ અત્યારે તાલુકે તાલુકે જઈને આંગણવાડી બહેનોને સમર્થન આપવા માટે મેદાનમાં ઉતારી રહ્યા છે. જોકે આ દરમિયાન ગેની બેન ઠાકોરે તેમને કોઈનાથી ડરવાની ના પાડી છે.

કાયમી નોકરી અને પૂરતું વેતન…આંગણવાડી કાર્યકર્તાનું આંદોલન
ગુરૂવારે સવારે 11 વાગ્યે થરાદ અને વાવ તાલુકામાં આંદોલન કરી રહેલા આંગણવાડી બહેનોને સંબોધી ગેની બેન દ્વારા નિવેદન અપાયું હતું. તેમણે પોલીસને ચેલેન્જ આપતા કહ્યું હતું કે પોતાના હક માટે લડી રહેલી બહેનો સામે જો પોલીસે આંગળી ઉગામી છે તો બધાની આંગળી ફેંકી દઈશ. હું તમને પડકાર ફેંકી રહી છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT