મસાટમાં ગેસ-સિલિન્ડર થયો બ્લાસ્ટ: 3 લોકો ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત, જીવ બચાવવા માર્યા હવાતિયાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી, દાદરા નગર હવેલી:  સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ વિસ્તારની અંદરમાં આવેલી ચાલીમાં  સિલિન્ડર બ્લાસ્ટની ઘટના માં 3 લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના સીસીટીવી માં થઇ કેદ થયા છે. બ્લાસ્ટની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતા એક ઘરમાં જમવાનું બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જમવાનું બનાવતી વેળાએ સિલિન્ડરનો પાઇપ ફાટેલો હોવાના કારણે સમગ્ર ઘટના બની હતી.   ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતા નજીકમાં આવેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં તમામને આવ્યા હતા આ સમગ્ર ઘટના ચાલીમાં લાગેલ સીસીટીવી માં કેદ  થઈ હતી.

હોસ્પીટલ ખસેડવામાં આવ્યા
રસોઈ કરતી વખતે ગેસ લીક થયો હતો અને અચાનક જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણેય વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ મસાટ પોલીસ આઉટ પોસ્ટ ઇન્ચાર્જ આર.ડી.રોહિતને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્રણેય વ્યક્તિને સારવાર માટે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મુંબઈ રીફર કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

પોલીસ ઘટના સ્થળે પહોંચી
જોરદાર ધડાકાને કારણે સમગ્ર વિસ્તારમાં પણ દોડધામ મચી જવા પામી હતી. હાલ 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે સમગ્ર મામલે કોઈપણ જાતની ફરિયાદ થઈ નથી. પરંતુ ઘટનાની જાણ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT