ભાજપના ગઢ સુરતમાં ગાબડું, 500થી વધુ લોકો જોડાયા AAP માં

ADVERTISEMENT

aap join
aap join
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળશે તેમ લાગી રહ્યું છે. ગુજરાતની સત્તાનું સિંહાસન માટે સત્તા પક્ષ ભાજપ સત્તા ટકાવી રાખવા કોઈ કસર છોડવા નથી માંગતુ ત્યારે કોંગ્રેસ વર્ચસ્વની અને અસ્તિત્વની લડાઈમાં લડી લેવાના મૂડમાં છે.  આમ આદમી પાર્ટી જનતાને વિવિધ ગેરેન્ટી આપી અને ગુજરાતમાં સ્થાન બનાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. આવતી કાલે  કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપમાં મોટું ઓપરેશન પાર પડ્યું છે. ભાજપના  500થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે.

હવે આપમાં ભરતી મેળો
અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સત્તા મેળવવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે. વિવિધ ગેરેન્ટી આપી અને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી તરફ લઈ આવવાના પ્રયાસો કરી રહ્યા છે. આવા સંજોગોમાં  ગુજરાતની સામાન્ય જનતા જ નહીં પરંતુ બીજી પાર્ટીના લોકો  હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે ભાજપના 500થી વધુ કાર્યકર્તાઓ એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં આયોજિત પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી રાજકુમાર સિંહ, સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા અને નવસારી લોકસભા પ્રમુખ ઈ.કે.પાટીલના હસ્તે 500થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા.

ભાજપના ગઢમાં પાડ્યું ગાબડું
અરવિંદ કેજરીવાલે પહેલા દિલ્હીમાં સરકાર બનાવી ત્યારબાદ પંજાબમાં સરકાર બનાવી અને હવે તેની નજર ગુજરાત પર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠક માંથી 29 બેઠક પર ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી  આપી અને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગુજરાતમાં ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી લોકોના ઘર સુધી ‘આપ’ની વિચારધારા પહોંચાડવાનો  પ્રયાસ  કરી રહ્યા છે.  આમ આદમી પાર્ટીની રણનીતિ જનતા કેટલી પસંદ કરે છે તે આગામી ચૂંટણીના પરિણામમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે ભાજપના ગઢમાં આમ આદમી  પાર્ટીએ ગાબડું પાડ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT