ગાંધીનગરમાં LGBTQ+ સમુદાય દ્વારા 25 સપ્ટેમ્બરે પ્રાઈડ પરેડનું આયોજન, મેરેજ ઇક્વાલિટીને સહિતના મુદ્દાઓને સમર્થન આપવાના હેતુ સાથે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાત તક/ગાંધીનગરઃ 377 કલમ ગુનાહ રહિત થયા પછી LGBTQ સમુદાય વિશે લોકો ખુલીને વાત કરતા થયા છે. તેવામાં આ સમુદાયના મોટાભાગના લોકો પોતાના સંબંધોની જાહેરામાં સ્વીકારતા પણ થયા છે. આ દરમિયાન ક્વીર ફાઉન્ડેશન દ્વારા LGBTQ સમુદાયની પ્રાઈડ પરેડનું આયોજન 25 સપ્ટેમ્બરે કરાયું છે. આ પરેડમાં તેઓ એકબીજાને મુલાકાત કરવાની સાથે સમુદાય દ્વારા સમાજની માનસિકતા સહિતના વિવિધ મુદ્દાઓ પર શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ પણ કરશે. આ અંગે ગુજરાત તકની ટીમ દ્વારા ક્વીર પ્રાઈડ પાઉન્ડેશનના ડિરેક્ટર રાહુલ ઉપાધ્યાય સાથે ખાસ ચર્ચા કરી હતી. તો ચલો આપણે આ પરેડના ઉદ્દેશ્યથી લઈ અન્ય માહિતી પર વિગતવાર ચર્ચા કરીએ….

ક્યાં ક્યાંથી આ રેલીમાં ભાગ લેવા લોકો આવશે
LGBTQ કોમ્યુનિટી દ્વારા 25 સપ્ટેમ્બરે આયોજિત પ્રાઈડ પરેડ સવારે 9 વાગ્યાથી શરૂ થઈ જશે. જેમાં ગાંધીનગરમાં સેક્ટર-6માં સત્યાગ્રહ છાવણીમાં તમામ લોકો ભેગા થશે અને ત્યાંથી આ પ્રાઈડ પરેડ શરૂ થશે. સેક્ટર-6 અને 7 સહિતના વિસ્તારોને કવર કરીને આ પરેડ કુલ 3 કિલોમીટરની રહેશે.

રાહુલ ઉપાધ્યાયે ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ પ્રાઈડ પરેડમાં કોઈપણ પ્રકારનો ડ્રેસ કોડ રહેશે નહીં. અહીં મોટાભાગે લોકો પોતાના મનપસંદ રંગબેરંગી કપડા પહેરીને ભાગ લેશે.

ADVERTISEMENT

લોકોની પ્રાઈવસી જાળવવાની ખાસ વ્યવસ્થા
રાહુલ ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે આ પરેડમાં સામેલ મોટાભાગના લોકોએ હજુ સુધી તેમની ઓળખ બહાર જાહેર કરી નથી. તેમના માટે ખાસ ડ્રેસ કોડની વ્યવસ્થા જરૂર કરાઈ છે. આવા લોકો માટે માસ્ક અને સ્ટીકર આપવામાં આવશે. જેના કારણે અમને ઓળખમાં આવશે કે આમના ફોટો લેવા હશે તો તેમની અનુમતિ પહેલા લેવી પડશે. અહીં પ્રાઈડ પરેડમાં સામેલ લોકોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમે લોકો પણ એમની તસવીરો શેર કરીશું નહીં.

ADVERTISEMENT

માનવેન્દ્રસિંહ ગોહિલ સહિત 3 સેલિબ્રિટી ભાગ લઈ શકે છે
આ પ્રાઈડ પરેડમાં માનવેન્દ્રસિંહ ગોહિલ સહિતના સેલિબ્રિટીઝ ભાગ લેવા જઈ રહ્યા છે. ફિલ્મજગતથી પણ અભિનેત્રી પણ અહીં ભાગ લેવા આવશે.

ADVERTISEMENT

પ્રાઈડ પરેડનો ઉદ્દેશ્યઃ

  • પ્રાઈડ પરેડ એક ઉત્સવ છે જેમાં LGBTQ+ સમુદાયના લોકો પોતનાની જાતને અને પોતાની આઝાદિને ઉજવશે. આ ઉપરાંત ઘણા બધા સમુદાયને લગતા સમજીગ મૂદ્દાઓ પર આવાજ પણ ઉઠવામાં આવશે, કારણ કે હજુ એવા ઘણા કાયદાઓ છે જે કેટલાક લોકો માટે ગંભીર છે. તેઓ આના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટમાં મેરેજ ઈક્વાલિટીને લઈને સુનાવણી ચાલી રહી છે અને અમે આને પ્રાઈડ પરેડમાં ચોક્કસથી સપોર્ટ કરવાના છીએ.
  • આનો મુખ્ય ઉદ્દેશ્ય તો બધા લોકો એકબીજાને મળે અને વાતચીત કરે, એકબીજા સાથે સમય વિતાવે તથા આનંદભેર ઉજવણી કરે એનો છે.
  • આ પ્રાઈડ પરેડની પાછળનો અન્ય ઉદ્દેશ્ય એ છે કે સેક્શન 377 હટાવવા પાછળ ઘણા લોકોએ પોતાનું મોટુ યોગદાન આપ્યું હતું. જેને લઈને સમુદાય દ્વારા તેમને ધન્યવાદ કહેવા માટે આ પ્રાઈડ પરેડનું આયોજન કરાયું છે.
377 ગુનાહ રહિત થતા ઘણા ફેરફાર થયા
ક્વીર પ્રાઈડ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રાહુલ ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે 377ની કલમ ગુનાહ રહિત થતા સમાજમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. જોકે અત્યારે હજુ પણ સ્વીકૃતિ મળવી અમને ઘણી મુશ્કેલ છે. મોટાભાગના લોકોને જાણ જ નથી આ અંગે એટલે જ અમે પ્રાઈડ પરેડ કરી રહ્યા છીએ. લોકો અત્યારે આ મુદ્દે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે. આ એક ફેરફાર આવ્યો છે.

લોકો હજુ જાતિવાદમાંથી બહાર નથી આવ્યા- રાહુલ
LGBTQ સમુદાયના લોકોને પાડોશીમાં સ્વીકૃતિ મળી છે કે નહીં એ મુદ્દે રાહુલે જણાવ્યું કે હજુ સુધી આપણી મોટાભાગની જનતા જાતિવાદથી પણ બહાર આવી નથી. તેવામાં હવે અમારા સમુદાયના લોકોને ઘર આપવાની વાત આવે તો કેવી રીતે લોકો સ્વીકારશે એ હજુ સવાલ જ રહ્યો છે.

સોશિયલ મીડિયાએ સમુદાયના લોકોને આત્મવિશ્વાસ આપ્યો- રાહુલ
LGBTQ સમુદાયના લોકો અત્યારે સોશિયલ મીડિયામાં પોતાની ઓળખ છતી કરતા થયા છે. ગે કપલ, અથવા Bi સેક્યુઅલ કપલ પણ હવે પોતાની ઓળખ છતી કરતા થયા છે. જેના કારણે સોશિયલ મીડિયા ન હોત તો કદાચ અમારા સમુદાયના લોકોને આટલી બધી ઓળખ મળી શકી ન હોત.

    follow whatsapp

    ADVERTISEMENT