ગાંધીધામ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ સીટનું સમીકરણ
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ માટે…
ADVERTISEMENT
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ માટે કચ્છ એક મહત્ત્વની ગુજરાતનો વિસ્તાર છે કારણ કે, આ પ્રતીક છે ધ્વંસમાંથી નવનિર્માણ સુધીનો 2001ના ભૂકંપ બાદ કચ્છને વિકાસની યાત્રા જે કરી છે. એનાથી ગુજરાતની છબી વિશ્વ સમક્ષ ઊભી થઈ છે. સશક્ત ઈરાદા સાથે કચ્છ અને એ રાજકીય પાર્ટી પક્ષ સાથે બેઠો થાય છે. જે કચ્છમાં વિકાસ કરી શકે. પ્રવાસની અસાધારણ સંભાવનાઓને લઈને આ રણવિસ્તાર સરકારની ઈમેજ સુધારવાનું કામ કરી રહી છે. વિકાસથી ઉપર રહીને કચ્છમાં જીત અને હારનો નિર્ણય ખૂબ ઝીણવટથી મતદાતાઓ નક્કી કરે છે. ત્યારે ગાંધીધામ અનામત બેઠક પર અનેક સમીકરણો ગોઠવી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન ગાંધીધામનો ઇતિહાસ અને રાજકીય સમીકરણો ખૂબ રસપ્રદ છે.
ગાંધીધામનો ઇતિહાસ
1947માં આઝાદી પછી સિંધથી આવેલા સિંધી નિર્વાસીતોને થાળે પાડવાના ઉદેશ્યથી પ્રતાપભાઇ દિઅલદાસે આ શહેરનો પાયો નાખ્યો હતો. શરુઆતના તબક્કે આ શહેરનું નામ સરદારગંજ નક્કી કરવામાં આવ્યું હતું. શહેરનુ઼ં કામ આગળ વધી રહ્યું હતુ઼ં એ જ દરમ્યાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થતાં, શહેરનું નામ સરદારગંજથી બદલીને ગાંધીધામ રાખવામાં આવ્યું હતું મહાત્માજીના અસ્થિઓ સાચવવા માટે જોડીયા શહેર આદિપુરનું એક સ્થાન નક્કી કરવામાં આવ્યું. આજે રાજધાની નવી દિલ્હીના રાજઘાટ ઉપરાંત મહાત્માજીની બીજી સમાધિ ગાંધીધામના જોડીયા શહેર આદિપુરમાં બાપુની યાદ અપાવતી ઉભી છે.
શિક્ષણનું પ્રમાણ
કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠકમાં દલિત, આહીર અને મુસ્લિમોની વસ્તી વધારે છે. તે ઉપરાંત સીંધી, લેઉઆ પટેલ, રબારી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 54 ટકા પુરુષો છે અને 46 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 78 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 90 ટકા અને 76 ટકા છે.
ADVERTISEMENT
કંડલા બંદરનો ઉદય
ભારતના ભાગલા થતાં કરાચી બંદર પાકિસ્તાનમાં ગયું અને તેની ખોટ પૂરી કરવા માટે કંડલા બંદરનો ભારત સરકાર દ્વારા વિકાસ કરવામાં આવ્યો હતો. કંડલા બંદરના કારણે ગાંધીધામમાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે તથા વસતીમાં પણ વધારો થયો છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા 22 ઓગસ્ટ 2000ના રોજ અંજાર તાલુકામાંથી 9 ગામો તથા કંડલા કોમ્પલેક્ષના શહેરી વિસ્તારને મેળવીને નવા ગાંધીધામ તાલુકાની રચના કરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકો કચ્છ જિલ્લામાં સૌથી નાનો તાલુકો છે.
2017ની ચૂંટણી
વર્ષ 2017માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,77,693 મતદારો પૈકી કુલ 1,51,468 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 20 જેટલા મત રદ કરવામાં આવ્યા હતાં અને 1,51,448 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3578 મત NOTA ને મળ્યા હતાં અને 969 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને 79,713 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 59,443 મત મળ્યા હતા. 2017માં ગાંધીધામની વિધાનસભા બેઠક માટે માલતીબેન મહેશ્વરીએ 79,713 મત મેળવી વિજેતા બન્યા હતા. માલતીબેન મહેશ્વરી 20,270 મતથી વિજેતા બન્યા હતાં.
ADVERTISEMENT
આ સમીકરણ ધને રાખી ટિકિટ અપાઈ
કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટેની અનામત છે. જ્યાં 2017ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ચુંટાયા હતા. જેમને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે પ્રોફેશનથી વકીલ એવા બુધાભાઈ મહેશ્વરીને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી આ બેઠક પર અખિલ ગુર્જર મેઘવાળ સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
વ્યવસાય
પોર્ટના કારણે ગાંધીધામ ટ્રાન્સપોર્ટ, લાકડા ઉદ્યોગ, મેરી ટાઇમ, શિપિંગ વગેરે વ્યવસાયના કારણે રોજગારી વિકસી છે . વર્ષ 2015માં કેન્દ્ર સરકાર તરફથી 100 સ્માર્ટ સિટી બનાવવાની મહત્વકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે. તેમાં સૌથી પ્રથમ સ્માર્ટ સિટી ગાંધીધામને બનાવવાનું આયોજન છે.
બેઠકનો વિવાદ
ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા ગાંધીધામના મગફળીના ગોડાઉન પર જનતા રેડ કરતા મગફળી કૌભાંડ સામે આવ્યું હતું. વર્ષ 2016-17માં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ધૂળ, ઢેફાં, કાંકરા, ફોફા કાંધુ વગેરે ભેળવી વેપારીઓએ, સરકારના મળતીયાઓએ ખુબ મલાઈ તારવી લઈ મોટુ કૌભાંડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. કોંગ્રેસ દ્વારા ગોદામની બહાર ધરણાના કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો.
જાતિગત સમીકરણ
જાતીય સમીકરણની વાત કરીએ તો સવર્ણ 24.8 ટકા, ઓબીસી 16.9 ટકા, લધુમતી 16.6 ટકા, એસ.સી 15.5 ટકા, અન્ય જાતિ 12.0 ટકા છે. જયારે સવર્ણ જાતીમાં સિંધી, લોહાણા, લેઉઆ પટેલ ,દરબાર, બ્રાહમણ અને ભાનુશાળી જાતીનો સમાવેશ થાય છે.
કચ્છ જિલ્લાના 1172 મતદાન મથકોના 1860 પોલીંગ બૂથ પર થશે મતદાન
મતદાન મથકો અંગે આંકડાકીય વિગતો અનુસાર કચ્છમાં 1172 મતદાન મથકો પર 1860 પોલીસ બુથ ઊભા કરવામાં આવશે. જે પૈકી 530 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો છે. અબડાસા બેઠકના 321 મતદાન મથકો પર 379 બૂથ, માંડવી બેઠકના 184 મતદાન મથકો પર 286 બુથ, ભુજ બેઠકના 168 મતદાન મથકો પર 301 બૂથ, અંજાર બેઠકના 164 મતદાન મથકો પર 292 બૂથ, ગાંધીધામ બેઠકના 141 મતદાન મથકો પર 309 બુથ, રાપર વિધાનસભા બેઠકના 194 મતદાન મથકો પર 293 પોલીસ બુથ ઊભા કરવામાં આવશે.
મતદારો
ગાંધીધામ બેઠક પર કુલ 314991 મતદારો નોંધાયા છે.જેમાં 166892 પુરુષ મતદારો છે. જ્યારે 148093 સ્ત્રી મતદાર છે. આ સાથે અન્ય 6 મતદાર છે.
- 2022માં આ ઉમેદવારો મેદાને
ભાજપ- માલતી કિશોર મહેશ્વરી
કોંગ્રેસ- ભરત સોલંકી
આપ- બુધાભાઈ મહેશ્વરી
સપા- લાલજીભાઇ બળિયા
ગુજરાત સર્વસમજ પાર્ટી- અરવિંદ સાંઘેલા
સંયુક્ત વિકાસ પાર્ટી- વનિતા મહેશ્વરી
બસપા- કાળુભાઇ મોર્ય
અપક્ષ- જીગીશા સોંદરવા
અપક્ષ- સમીર મહેશ્વરી
નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે બેઠક
વર્ષ જીતેલા ઉમેદવાર પક્ષ
2017- માલતી કિશોર મહેશ્વરી- ભાજપ
2012- રમેશ વચ્છરાજ મહેશ્વરી- ભાજપ
ADVERTISEMENT