1 એપ્રિલથી જૂના વાહનોનો ફરજિયાત ફિટનેસ ટેસ્ટ થશે, જો ફેલ થયું તો થશે આ હાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દેશ ભરમાં હવાનું પ્રદૂષણ માથાનો દુખાવો બની ચૂક્યું છે. આ દરમિયાન હવે રાજ્ય સરકાર પ્રદૂષણને લઈ એકશન મોડપર આવી છે. પ્રદુષણને ચકાસવા માટે અને રસ્તાઓ પર ભીડભાડ ઓછી કરવાના હેતુથી 1 એપ્રિલથી 15 વર્ષ જૂના લગભગ 20 લાખ ભારે કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત સ્વચાલિત ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. જો એ બે વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સ્ક્રેપ કરવામાં આવશે.

ઓગસ્ટ 2021માં વાહન સ્ક્રેપ પોલિસીની થઈ હતી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2021માં વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ સિવાય લગભગ 5000 રાજ્ય સરકારના વાહનો કે જેઓ 15 વર્ષથી જૂના છે, તેઓ ટેસ્ટમાંથી પસાર થયા વિના જ સીધા સ્ક્રેપિંગ એકમોમાં જશે. આવતા વર્ષે જૂનથી ભારે અને મધ્યમ વાહનો સહિત તમામ કોમર્શિયલ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે.

રાજ્યમાં 1.1 કરોડ વાહન 15 વર્ષ જૂના
એપ્રિલ 2024 સુધીમાં રાજ્યના માર્ગો પર લગભગ 40 લાખ ભારે અને મધ્યમ કોમર્શિયલ વાહનો દોડશે. રાજ્યમાં રજીસ્ટર થયેલાં 2.50 કરોડ વાહનોમાંથી 2021-22 ની સામાજિક- આર્થિક સમીક્ષા મુજબ 1.1 કરોડ વાહનો 15 વર્ષ જૂના છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં ખાનગી વાહનોનો હિસ્સો 43 ટકા છે. નવી નીતિ મુજબ, ભારે પરિવહન વાહનોને કમ્પ્યુટરાઈઝ્ડ ઓટોમેટેડ ટેસ્ટમાંથી પસાર થયા બાદ પ્રમાણિત કરવામાં આવશે અને તેમના રિપોર્ટ કાર્ડ કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના પરિવહન સેવાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.

ADVERTISEMENT

 ગુજરાતમાં હાલ માત્ર ચાર ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન
સરકાર દ્વારા વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ જો વાહન માટે ગુજરાતમાં હાલ માત્ર ચાર ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન છે. જે સુરત, મહેસાણા, ભરુચ અને અમરેલીમાં છે. જોકે, રાજ્ય પાસે મર્યાદિત સંખ્યામાં ટેસ્ટિંગ સ્ટેશન હોવાથી કેન્દ્રએ તેમને તમામ કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત ટેસ્ટમાંથી ખાનગી વાહનોની છોડી દેવા માટે જણાવ્યું છે.

આ પણ વાંચો: વડોદરા હિટ એન્ડ રન કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયા, થયો મોટો ખુલાસો

ADVERTISEMENT

ખાનગી વાહનો માટે જૂન 2024માં શરુ થશે. જોકે, જો ગુજરાત આવા ઓછામાં ઓછા 100 ટેસ્ટિંગ સ્ટેશનો સ્થાપે પછી રાજ્ય ટુ વ્હીલર વાહનો માટે ફિટનેસ ટેસ્ટનો વિસ્તાર પણ કરી શકે છે. તેમ પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT