બે બાળકોના મોત બાદ છોટાઉદેપુર જિલ્લામાં દીપડાને પકડવા વન વિભાગે આળસ મરડી, જાણો શું કરી તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: રાજ્યભરમાં દીપડાનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના આદિવાસી વિસ્તાર ખાસ કરીને જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે ત્યાં દીપડાના હુમલાની ઘટના વધવા લાગી છે. છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ ઘટનાઓ માં દીપડાના હુમલાના કારણે બે માસૂમ બાળકના મોતથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દીપડાને પકડવા માટે વનવિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

વન વનવિભાગ એકશન માં આવ્યું છે અને દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.  વનવિભાગની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. દીપડાને પકડવા માટે અને જગ્યા પાંજરા પર મૂકવામાં આવ્યા છે. જિલ્લાની અંદર દીપડાને પકડવા માટે અલગ-અલગ સ્થળો અંકિત કરવામાં આવ્યો છે અને વન વિભાગની 12 જેટલી ટીમો બનાવીને.

દીપડાએ બે બાળકોના લીધા જીવ
નર્મદા જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર ગામમાં દીપડાએ હુમલો કરતા બે વર્ષના બાળકનું મોત થયું હતું ઉપરાંત બીજી ઘટના ઢોળીવાવ ગામ 4 વર્ષના ક્રિસ નામના બાળકને દબોચી દીપડો ઝાડ પર ચઢી ગયો હતો. ત્યારે એના પિતા અને સ્થાનિકો ઝાડ પર ચઢીને બાળકને બચાવવા પ્રયાસ કર્યો અને દીપડાના મોમાંથી બાળકને બચાવી લેવાયું પણ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

ADVERTISEMENT

 14 જેટલા મુકાયા પીંજરા
દીપડાને પકડવા માટે 136 જેટલો સ્ટાફ મેદાને ઉતર્યો છે. તે છોટાઉદેપુર જિલ્લાના જે અલગ અલગ ગામો જબુગામ, ચાચક,મુલધર ,સીમલિયા,ધોળીવાવ ટીંબી ,ટોકરવા વિગેરે વિસ્તારમાં દીપડાની અવર જવર હોઈ ત્યાં 14 જેટલા પિંજરા મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી પહેલા નૌતમ સ્વામીનો વધુ એક વિડીયો વાયરલ, જાણો શું કહ્યું દેશની સત્તાને લઈને

ADVERTISEMENT

લોકો માટે શરૂ કર્યું જનજાગૃતિ અભિયાન
વનવિભાગ જે છે તેને લોકોને જાગૃતિ માટે પણ અભિયાન બનાવ્યું છે એટલે કે દીપડાને પકડવા માટે વનવિભાગે અભિયાન ચલાવી દીધું છે ત્યારે જોવાનું રહેશે માનવ ભક્ષી બનેલાદીપડાને પકડવા જોવાનું રહેશે કહેવાની ભાગ સફળ રહે છે કે નહીં.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT