અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક-પેપર કપ લઈ જતા યુવક સામે પહેલીવાર નોંધાઈ પોલીસ ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં ચાની લારીઓ અને કીટલીઓ પર પેપર કપ અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં બેફામ રીતે તેનું વેચાણ થતા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્કૂટર પર 25 હજારથી વધુ પેપર કપ અને પ્લાસ્ટિકનો જથ્થો લઈને જતા યુવકને ઝડપવામાં આવ્યો હતો. મ્યુનિ. અધિકારીઓ દ્વારા આ પેપર કપનો જથ્થો જપ્ત કરીને દંડ ફટકાર્યો હતો. જોકે યુવકે દંડ ભરવાની ના પાડીને અન્ય લોકોને બોલાવી હોબાળો મચાવ્યો હતો.

25 હજાર પેપર કપ લઈને જતો હતો યુવક
જે બાદ મ્યુનિ. અધિકારીઓએ પ્રતિબંધિત પેપર કપ અને પ્લાસ્ટિક લઈ જતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રતિબંધિત પેપર કપ અને પ્લાસ્ટિક લઈ જવા મામલે પહેલી પોલીસ ફરિયાદનો બનાવ છે. મધ્ય ઝોનના પબ્લિક હેલ્થ સુપરવાઈઝર શાહીબાગ ખાતે ઊભા હતા ત્યારે ટુ-વ્હીલર પર યુવક પ્લાસ્ટિકની બેગ તથા 25 હજારથી વધુ પેપર કપ લઈને જઈ રહ્યો હતો.

દંડ માગતા હોબાળો મચાવ્યો
આથી મ્યુનિ. અધિકારીએ તેને અટકાવીને દંડની કાર્યવાહી શરૂ કરી હતી. જેથી ભડકી ઉઠેલા યુવકે પોતાના અન્ય માણસોને ત્યાં બોલાવ્યા અને હોબાળો મચાવ્યો હતો. એવામાં અધિકારીએ જાહેરનામાનો ભંગ તથા સરકારી કાર્યવાહીમાં અડચણ ઊભા કરવા મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT