નવસારીમાં પઠાણ ફિલ્મના વિરોધમાં મુસ્લિમ ધર્મ પર અભદ્ર ટિપ્પણી કરતા પોંડરીક મહારાજ સામે ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારી: હાલમાં બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ને લઈને કેટલાક હિન્દુ સંગઠનો તથા સાધુ-સંતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવસારીમાં એક યુ-ટ્યુબ ચેનલ પર ફિલ્મના વિવાદને જેહાદ સાથે જોડીને મુસ્લિમ સમાજ વિરુદ્ધ એક સાધુએ ટિપ્પણી કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. નવસારીના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા યુ-ટ્યુબ ચેનલના માલિક અને સાધુ વિરુદ્ધમાં લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિવાદિત નિવેદન મામલે યુ-ટ્યુબ માલિક સામે પણ ફરિયાદ
ફિલ્મ પઠાણને લઈને નવસારીની સ્થાનિક યુ-ટ્યુબ ચેનલ દ્વારા પોંડરીક મહારાજનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. જેમાં આ પોંડરીક મહારાજ મોહમ્મદ પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને મુસ્લિમ સમાજનું ટોળું નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ધસી ગયું હતું અને PIને રજૂઆત કરીને ઈન્ટરવ્યૂ આપનાર મહારાજ અને ચેનલના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

મુસ્લિમ સમાજે લાગણી દુભાતા નોંધાવી ફરિયાદ
ફરિયાદ નોંધાવનારા સાજીદનો આક્ષેપ છે કે, શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ અને મુસ્લિમ સમાજને કોઈ સંબંધ નથી, તેમ છતાં પોંડરીક મહારાજે તેને મુસ્લિમ સમાજ સાથે સાંકળીને સમાજની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન આપ્યું અને હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ઝઘડો થાય તથા કોમી તંગદીલી થાય તે પ્રકારના શબ્દો ઉચ્ચાર્યા. આ વીડિયો પ્રસારીત કરવાથી મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેમ હોવાનું જાણવા છતાં યુ-ટ્યુબ ચેનલના માલિકે તેને અપલોડ કર્યો અને સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાઈરલ કર્યો.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: રોનક જાની)

    follow whatsapp

    ADVERTISEMENT