વડોદરામાં BJPના કાર્યકરો વચ્ચે ધિંગાણું, તલવાર લઈને રાજુ રબારીને મારવા આવેલા ટોળાને લોકોએ ભગાડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: શહેરના ગાજરવાડી વિસ્તારમાં ભાજપના બે કાર્યકરોના ગ્રુપ વચ્ચે બબાલ થયાની માહિતી મળી રહી છે. બંને કાર્યકરો એકબીજાના જીવના દુશ્મન બની ગયા છે. ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજુ રબારીનો આક્ષેપ છે કે, તેમના પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન ભાજપનો કાર્યકર્તા જીગ્નેશ જોશી તેના સાથીઓને લઈને ત્યાં ધસી આવ્યો અને મકાનમાં ઘુસીને તોડફોડ કરી. આટલું જ નહીં તેમણે મહિલાઓ પર પણ હુમલો કર્યો.

આ પણ વાંચો: 8 દિવસની રજા મૂકીને ડભોઈના મહિલા કોન્સ્ટેબલ ક્યાં ગાયબ થયા? પરિવારને લવજેહાદની આશંકા

ભાજપના જ નેતા પર હુમલો કરવા આવ્યો કાર્યકર
જોકે રાજુ રબારીના મકાનના સભ્યો ત્યાં હાજર ન હોવાથી સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને જીગ્નેશ જોશી તથા તેના સાથીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ માર મારતા જીગ્નેશ જોશી અને તેના સાથીઓ ત્યાં જ પોતાના વાહનો અને હથિયારો મૂકને ફરાર થઈ ગયા હતા.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની ખુરશી ખતરામાં, જાણો શું રચાયું નવું સમીકરણ

સ્થાનિકોએ માર મારીને ટોળાને ભગાડ્યું
સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં પોલીસે સ્થળ પરથી 6 જેટલા વાહનો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસને સ્થળ પરથી તલવાર સહિતના હથિયારો પણ મળી આવ્યા છે. જ્યારે ઘાયલ મહિલાઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં રાજુ દેસાઈનું વર્ચસ્વ છે એવામાં જીગ્નેશ જોશીએ તેના સાગરીતો સાથે આવીને બબાલ કરતા ભાજપના અગ્રણીઓ વચ્ચેની બબાલને લઈને વડોદરામાં રાજકારણ ગરમાયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT