ચરોતરમાં પ્રતિ કિલો રિંગણના 1 રૂપિયો મળતા ખેડૂતો નારાજ, પાક ગાયોને ખવડાવવા લાચાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખેડાઃ મોંઘવારી વચ્ચે ખેડૂતોને વધુ એક ફટકો પડ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ચરોતરમાં રીંગણનાં ભાવ પ્રતિ કિલો 1 રૂપિયા મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. નોંધનીય છે કે મહામહેનતથી તૈયાર કરેલા રીંગણની કિંમતમાં ધરખમ ઘટાડો આવી જતા તેમની ચિંતામાં વૃદ્ધિ થઈ છે. વેપારીઓ રીંગણા 1 રૂપિયા પ્રતિ કિલો ખરીદી રહ્યા છે. જેને લઈને ખેડૂતોએ રીંગણના પાકને લઈને અલગ જ નિર્ણય કર્યો છે.

ખેડૂતોની કફોડી સ્થિતિ..
ચરોતરમાં રીંગણના પ્રતિ કિલો 1 રૂપિયો ભાવ મળતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. મહામહેનત કરીને તેમણે ખેતી કરી અને ત્યારપછી જોઈએ તેવા ભાવ ન મળતા તેમનામાં નારાજગી ફેલાઈ ગઈ છે. આના કારણે હવે વેપારીઓને માલ કેવી રીતે વેચવો એ પણ સવાલ ઉઠી રહ્યા છે.

ગાયોને માલ ખવડાવવા મજબૂર
ખેડૂતો રિંગણના પ્રતિ કિલો 1 રૂપિયા ભાવ મળતા નારાજ થઈ ગયા છે. તેમણે અત્યારે ગાયોને ખવડાવવા માટે મજબૂરી થઈ ગઈ છે. નોંધનીય છે કે હવે આગળ આને લઈને શું સ્થિતિ સર્જાશે તેની ચિંતા પણ ખેડૂત પક્ષને થઈ છે.

ADVERTISEMENT

With Input: હેતાલી શાહ

    follow whatsapp

    ADVERTISEMENT