ઓવર સ્પીડ કાર ચલાવવાના શોખીનો હવે રહેજો સાવધાન, જો આ રસ્તે હાઇ સ્પીડમાં કાર ચલાવી તો થશે દંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news
હેતાલી શાહ, ખેડા: સરકાર દ્વારા અકસ્માત અટકાવવા માટે નવા નિયમો જાહેર કરવામાં આવે છે. એ જ રીતે  અમદાવાદ વડોદરા ને જોડતા હાઈવે ઉપર પણ  હવેથી ઓવર સ્પીડથી વાહન ચલાવવા માટે 500નો દંડ ભરવો પડશે. અત્યાર સુધી હેલ્મેટ, સીટબેલ્ટ, 3 સવારી, ફેન્સી-ખામીયુક્ત નંબર પ્લેટ, સિગ્નલ કે ઝિબ્રા ક્રોસિંગ ભંગ બદલ ઈ-મેમો ઈશ્યૂ થતા હતા. પરંતુ 2023ના વર્ષથી હાઈવે પર ઓવરસ્પીડમાં જતા વાહનચાલકો , સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા ચાલકો , રોંગ સાઈડ થી ઓવરટેક કરતા વાહનચાલકોને પણ સ્થળ પર  દંડ વસૂલ કરવાનું શરૂ કરાયુ છે.
અકસ્માતો અટકાવવા સરકાર દ્વારા ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસને  ઇન્ટરસેપ્ટર વાન આપવામાં આવી છે. જેને ખેડા જિલ્લાને જોડતા અમદવાદ , આણંદ વડોદરા NH 48 હાઈવે પર કાર્યરત કરવામાં આવી  છે.જે ઇન્ટરસેપ્ટર વાન હવે અત્યાધુનિક લેસર સ્પીડ ગન, 360 ડિગ્રીના કેમેરાની મદદથી ઓવર સ્પીડ વાહનને કેપ્ચર કરી 500 રૂપિયાનો હાજર દંડ વસુલ કરવાનું શરુ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી મેન્યુઅલી ચેકિંગ કરાતું હતું 
અત્યાર સુધી સ્પીડ ગનથી મેન્યુઅલી ચેકિંગ કરી દંડ ફટકારાતો હતો. હવે તે ઇન્ટરસેપ્ટર વાનની મદદથી કામગીરી શરુ કરવામાં આવી છે હાઇવે ઉપર 100 થી વધુની સ્પીડ ઉપર વાહન ચલાવનારે 500 રૂપિયા નો ચાંદલો કરવો પડશે.
આધુનિક સિસ્ટમથી સજ્જ છે ઇન્ટરસેપ્ટર વાન 
આ વાહનને અત્યાધુનિક લેસર સ્પીડ ગન, PTZ કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. જેમાં લેસર ટ્રાફિક સ્પીડ વિડિયો સિસ્ટમ, સ્પીડ લિમિટ કેસના મેમો માટે પ્રિન્ટર, મોબાઇલ નેટવર્ક વિડીયો રેકોર્ડર, માઈક અને સાયરન સાથેના લાઈટ બાર અને પીએ સિસ્ટમ તથા એલસીડી મોનિટર જેવા સાધનોથી સજ્જ છે. સિસ્ટમના સોફ્ટવેરમાં મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ દંડ અંગેની માહિતી પહેલેથી જ ફીટ કરવામાં આવી છે. સ્પીડ ગનથી જે કામ મેન્યુઅલી થતું હતું તેને હવે ઇન્ટરસેપ્ટર વાન દ્વારા કરવામાં આવશે.
ઓવર સ્પીડના મેમો આપવાનું શરૂ
ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકને રોકીને વાહનની સ્પીડ વધારે હોવાનું સાબિત કરવા ટ્રાફિક પોલીસ પાસે કોઇ ટેકનોલોજી ન હતી જેથી ભૂતકાળમાં ઓવરસ્પીડના કેસ માટે ટ્રાફિક પોલીસે ભારે મહેનત કરવી પડતી હતી. પરતું હવે ઈન્ટર સેપ્ટર વાન વસાવી હોવાથી પોલીસને હવે રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાથી ઉપરાંત હાઈવે ઉપર ઓવર સ્પીડના મેમો આપવાનું નક્કી કર્યું છે.
રૂપિયા 500 નો દંડ વસુલવાનું શરૂ 
જો કે હાઇવે પર જે સીસીટીવી કેમેરા લાગેલા છે. તેમાં સીટ બેલ્ટ-હેલ્મેટની સાથે ઓવર સ્પીડમાં આવતા વાહન પણ કેદ થાય છે. પરંતુ અત્યાર સુધી ઓવરસ્પીડના ઈ-મેમો જનરેટ કરાતા નહોતા. પરંતુ હવે ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે ઉપર ઇન્ટરસેપ્ટર વાનની મદદથી ઓવર સ્પીડના કેસ કરી 500 નો દંડ વસુલ કરવાનું શરુ કર્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT