Ameen Sayani Death: રેડિયોની દુનિયાના બાદશાહ અમીન સયાનીનું હાર્ટ એટેકથી નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
Former Radio Presenter Ameen Sayani Passes Away: મનોરંજનની દુનિયામાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
દિગ્ગજ રેડિયો પ્રેજેન્ટર અમીન સયાનીનું નિધન
91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
અમીન સયાનીને આવ્યો હતો હાર્ટ એટેક
Former Radio Presenter Ameen Sayani Passes Away: મનોરંજનની દુનિયામાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો છે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા દિગ્ગજ રેડિયો પ્રેજેન્ટર અમીન સયાની (Ameen Sayani) નું નિધન થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સયાનીએ કરી છે.
અમીન સયાનીનું હાર્ટ એટેકથી નિધન
અમીન સયાનીના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં રઝીલ સયાનીએ તેમના પિતાના નિધનના દુઃખદ સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું કે, અમીન સયાનીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમનું અવસાન થયું હતું.
આવતીકાલે અપાશે અંતિમ વિદાય
અમીન સયાનીના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 22મી ફેબ્રુઆરીએ થશે, કારણ કે આજે તેમના કેટલાક સંબંધીઓ તેમના અંતિમ દર્શન કરવા માટે મુંબઈ આવવાના છે. અમીન સયાનીના અંતિમ દર્શન અંગે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવશે.
ADVERTISEMENT
રોડિયોની દુનિયાના બાદશાહ હતા અમીન સયાની
અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932ના રોજ મુંબઈમાં થયો હતો. અમીન સયાનીએ રેડિયોની દુનિયામાં મોટું નામ કમાવ્યું હતું. તેમના અવાજનો જાદુ લોકોના દિલમાં ઘર કરી લેતો હતો. અમીન સયાનીએ ઓલ ઈન્ડિયા રેડિયો, મુંબઈથી રેડિયો પ્રેજેન્ટર (Radio Presenter) તરીકે તેમના કરિયરની શરૂઆત કરી હતી. તેમના ભાઈ હામિદ સાયનીએ તેમનો અહીં પરિચય કરાવ્યો હતો. તેમણે 10 વર્ષ સુધી અહીં અંગ્રેજી કાર્યક્રમોમાં ભાગ લીધો. આ પછી તેણે ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયોને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
ફિલ્મોમાં બન્યા એનાઉન્સર
સયાની ઘણી ફિલ્મોમાં રેડિયો એનાઉન્સર તરીકે પણ જોવા મળ્યા હતા. જેમાં ભૂત બંગલા, તીન દેવિયાં, બોક્સર અને કત્લ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. અમીન સયાનીએ 50 હજારથી વધુ રેડિયો કાર્યક્રમો પ્રોડ્યુસ/વોઈસઓવર કર્યું હતું. અમીન સયાની લગભગ 19,000 જિંગલ્સમાં અવાજ આપવા માટે પણ જાણીતા હતા, આ માટે તેમનું નામ લિમ્કા બુક્સ ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે.
ADVERTISEMENT
આ એવોર્ડથી કરાયા હતા સન્માનિત
અમીન સયાનીને રેડિયોની દુનિયામાં તેમના યોગદાન માટે ઘણા મોટા અને પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક છે-
ADVERTISEMENT
- લિવિંગ લિજેન્ડ એવોર્ડ (2006)
- ગોલ્ડ મેડલ (1991) - ઇન્ડિયન સોસાયટી ઓફ એડવર્ટાઇઝમેન્ટ તરફથી
- પર્સન ઓફ ધ યર એવોર્ડ (1992) - લિમ્કા બુક્સ ઓફ રેકોર્ડ્સ
- Kaan Hall of Fame Award (2003) - રેડિયો મિર્ચી તરફથી
ADVERTISEMENT