વિકાસની વરવી વાસ્તવિકતા: રસ્તો ન હોવાથી પ્રસૂતાને ઝોળીમાં નાખી ચાલ્યો પરિવાર, અડધે રસ્તે થઈ ડિલિવરી
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે વરતી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે. નસવાડીના કુકરડા ગામના કાચા રસ્તે 108 ન આવતા સગર્ભા મહિલાને લાકડાના ડંડાની…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે વરતી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે. નસવાડીના કુકરડા ગામના કાચા રસ્તે 108 ન આવતા સગર્ભા મહિલાને લાકડાના ડંડાની મદદથી કાપડની ઝોળી બનાવીને ટીંગાટોળી કરીને લઈ જવી પડી હતી. ગામથી 3 કિલોમીટર દૂર રસ્તો હતો ત્યાં ઊભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચવા પહેલા પગપાળા ચાલ્યા અને બાદમાં ખાનગી જીપમાં બેસી 3 કિમી સુધી પહોંચ્યા સગર્ભાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ સમય દરમ્યાન સગર્ભાનો જીવ પણ જાય તેવી પરિસ્થિતિમાં પસાર થયા. આ છે વિકાસ ની વરવી વાસ્તવિકતા.
3 કિલોમીટર દૂર ઊભી હતી 108
છોટાઉદેપુરના નસવાડીના કુકરડા ગામના ડુંકતા ફળિયાને જોડતો પાકો રસ્તો બન્યો નથી, જ્યારે 108 કાચા રસ્તે આવતી નથી. એવામાં સગર્ભા મહિલાને પ્રસુતીની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે 108 ઘર સુધી ન આવી શકતા સગર્ભાને ઉંચકીને એક કિલોમીટર પરિવાર ઝોળીમાં નાખી ચાલ્યો. પછી ખાનગી જીપમાં સગર્ભાને નાખી 2 કિમી બહાર લાવી 108 ને સોંપતા અડધા રસ્તે જ 108માં સગર્ભાને પ્રસુતિ થઈ હતી.
ADVERTISEMENT
હોસ્પિટલ પહોંચતા પહેલા જ ડિલિવરી થઈ ગઈ
આઝાદીના 75 વર્ષ પૂરા થઈ ગયા અને દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પણ કુકરડા ગામના આઠ ફળિયા અને 3000 વસ્તીને જોડતા પાકા રસ્તા બન્યા નથી. જેના કારણે સૌથી મોટી મુશ્કેલી સગર્ભાઓને પડે છે. સગર્ભાને અડધા રસ્તે 108માં પ્રસુતિ થઈ ત્યારે આવી સ્થિતિમાં જીવનું પણ જોખય હોય છે. હાલમાં તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્ર માં હાલ પ્રસુતાં સ્વસ્થ બાળકી સાથે દાખલ છે. પ્રસુતાના પરિવારજનોએ પણ કાચો રસ્તો પાકો બને તેવી માંગ કરી છે.
ADVERTISEMENT