ફડણવીસે કહ્યું- રાહુલ ગાંધીને હું પપ્પું નહીં કહું; તે ભારત નહીં વિપક્ષીઓ જોડો યાત્રા કરે છે
અરવલ્લીઃ માલપુર ખાતે મહારાષ્ટ્રના ડેપ્યુટી સી.એમ. દેવેન્દ્ર ફડણવીસે સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. નિવેદન આપતા…
ADVERTISEMENT
અરવલ્લીઃ માલપુર ખાતે મહારાષ્ટ્રના ડેપ્યુટી સી.એમ. દેવેન્દ્ર ફડણવીસે સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. નિવેદન આપતા જણાવ્યું હતું કે હું રાહુલ ગાંધી પપ્પુ કહેતો જ નથી. રાહુલ ગાંધી તો યુવરાજ છે. આ પ્રમાણે કટાક્ષ કરીને તેમણે ભારત જોડો યાત્રા પર પણ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ…
ફડણવીસે કહ્યું- રાહુલ ગાંધીને હું પપ્પુ નથી કહેતો પણ…
મહારાષ્ટ્રના ડેપ્યુટી સી.એમ. દેવેન્દ્ર ફડણવીસે માલપુરની સભામાં કહ્યું હતું કે રાહુલ ગાંધીને હું પપ્પુ કહેતો જ નથી. હું યુવરાજ કહીને સંબોધું છું. આ યુવરાજ ગઈકાલે ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે યુવરાજ તો ભારત જોડો યાત્રામાં વ્યસ્થ છે. તેમને ગુજરાતની જનતાની કઈ પડી નહોય એમ લાગી રહ્યું છે.
યુવરાજ વિપક્ષીઓને જોડો યાત્રા કરે છે- ફડણવીસ
ફડણવીસે વધુમાં કહ્યું કે આ યુવરાજ (રાહુલ ગાંધી) જે છે તેઓ ભારત જોડો નહીં વીપક્ષી જોડો યાત્રા ચલાવે છે. વળી રાહુલ ગાંધી જે બેઠક પરથી ચૂંટણી પ્રચાર કરે છે ત્યાં કોંગ્રેસ હારી જાય છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી પર કટાક્ષ..
ફડણવીસે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે અત્યારે અહીં સાયબેરિયા પક્ષી જેવા લોકો આવે છે. જે માત્ર ચૂંટણી સમયે જ ગુજરાતમાં દેખાય છે. આ લોકો રોજ ખોટુ બોલતા હોય છે. પંજાબવાળા આમનાથી થાકી ગયા છે. રેવડીઓને જોઈ મત આપ્યા અને હવે પંજાબના લોકો ત્રસ્ત થઈ ગયા છે. પરંતુ ગુજરાતીઓ તો સૌથી હોશિયાર છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT
ADVERTISEMENT