રાજ્યમાં વધ્યું કાતિલ ઠંડીનું જોર, ગિરનાર થયો ઠંડોગાર, આ વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા 48 કલાકમાં તો કાતિલ ઠંડી સમગ્ર ગુજરાતમાં અનુભવાય રહી છે. ધીમે-ધીમે શિયાળો જામતો જાય છે અને રાજ્યમાં હજુ પણ અમુક વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.આગામી સપ્તાહમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડીગ્રી ઘટે તેવી શક્યતા છે.વહેલી સવારથી ઠંડા પવનો ફુંકાતા હોવાથી લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે.

રાજ્યના ક્યાં ભાગમાં કેટલો ગગડ્યો પારો
સમગ્ર ગુજરાતમાં અત્યારે તો કોલ્ડવેવની સ્થિતિ વર્તાઈ રહી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે.નલિયામાં તો ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે નલિયાનું તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું છે. 10 શહેરોમાં તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. મહત્તમ તાપમાન નીચે જતા હવે ન માત્ર રાત્રે જ પરંતુ દિવસે પણ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન ઘટી અનુક્રમે 10 અને 8.7 ડિગ્રીએ પહોંચી જતા તીવ્ર ઠંડી વર્તાઇ હતી.ડીસામાં 11 ડિગ્રી,ભુજમાં 11.2 ડિગ્રી ઠંડી તાપમાન નોંધાયું હતું.

ગિરનાર પર થયો હિમાલયનો અહેસાસ
ગિરનાર પર્વત ઉપર 4.6 ડિગ્રીએ નીચે આવતા હિમાલય જેવો અહેસાસ સહેલાણીઓને થવા પામ્યો છે. વન્ય પ્રાણી સહિત જનજીવન ઉપર માઠી અસર થવા પામી છે. વહેલી સવારે મોર્નિંગ વોકમાં સંખ્યામાં ઘટાડો થવા પામ્યો છે. આખો દિવસ લોકો સ્વેટર, ટોપી, શાલ ઓઢીને જોવા મળી રહ્યા છે.ઠેર ઠેર તાપણા કરી લોકો ઠંડીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે. મેકસીમમ તાપમાન શહેરમાં 9 ડિગ્રીએ પહોંચ્યુ હતું. ગિરનાર પર્વત ઉ5ર 4.6 ડિગ્રીએ પારો નીચે ગગડી જવા પામ્યો છે. હાજા ગગડાવી દે તેવી ઠંડીનો માહોલ સર્જાયો છે.આ ઉપરાંત આજે ડિસામાં પણ સિંગલ ડિઝીટ સાથે 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.રાજકોટમાં પણ સવારે શિત લહેરો વચ્ચે 10.2 ડિગ્રી સાથે કાતિલ ઠંડી યથાવત રહી હતી.વડોદરામાં 14.4, ભાવનગરમાં 13.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું તથા આજે સવારે દમણમાં 14.6,દિવમાં 15,દ્વારકામાં 15.2 અને ગાંધીનગર ખાતે 11.7 ડિગ્રી, લઘુતમ તાપમાન સાથે તીવ્ર ઠંડી યથાવત રહેવા પામી હતી.

ADVERTISEMENT

આ ઉપરાંત કંડલામાં 13, ઓખામાં 17.9, પોરબંદરમાં 13, સુરતમાં 14.1 અને વેરાવળમાં 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર સોરઠ પંથકમાં પણ ઠંડીએ ઝોર પકડયું છે અને વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી છે ત્યારે છેલ્લાં બે ત્રણ વર્ષથી જુનાગઢના કેશોદ શહેરમાં સોથી વધારે ઠંડી જોવા મળે છે અને કેશોદ નામ સોથી વધુ ઠંડીમાં આવતું જોવા મળે છે. હાલમાં ત્રણ દિવસથી કેશોદ સોથી ઠંડુ શહેર જોવા મળે છે અને તેની સાથે ભવનાથ તળેટીમાં પણ સોથી વધુ ઠંડી પડી રહી છે ત્યારે આ ઠંડીનો ચમકારો તાલુકાના દરિયાઈ પટ્ટી ના વિસ્તારમાં પણ વધુ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં હજુ વધશે ઠંડીનો ચમકારો
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર માસ પૂર્ણ થવાના આરે છે અને મહદઅંશે શિયાળાની અડધી મોસમ પૂર્ણ થવા આવી છે, છતાં પણ હજુ સુધી નોંધપાત્ર ઠંડી પડી નથી.જેની વચ્ચે લોકોના આશ્ચર્ય સાથે છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે.ખાસ કરીને રાત્રે તથા વહેલી સવારે નોંધપાત્ર ઠંડીનો અહેસાસ થાય છે.આમ, કડકડતી ઠંડી માણવા ઇચ્છતા લોકોએ ઠંડીને માણવા સાથે ઠંડી પ્રતિકારક વિવિધ પ્રકારના ભોજનો,વ્યંજનનો આસ્વાદ માણે છે.આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. જેથી ખાસ કરીને બાળકો તથા વૃદ્ધો આ ઠંડી સામે રક્ષણ મેળવવા સાલ,મફલર તથા સ્વેટરમાં સજ્જ થતા જોવા મળે છે. કારણ કે રાજ્યમાં હજુ 5 દિવસ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT