EXCLUSIVE: કેજરીવાલ CM ચહેરાની સાથે કરશે રોડ શો, જાણો કોની પસંદગી થઈ શકે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌરભ વક્તાનિયા/અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેરા થઈ ગઈ છે. તેવામાં અરવિંદ કેજરીવાલ શુક્રવારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ AAPના CM ચહેરાની જાહેરાત કરશે. જોકે ગુજરાત તક પાસે આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીએ 2 નામ પસંદ કર્યા છે એમાંથી અરવિંદ કેજરીવાલ દ્વારા CM ચહેરાની જાહેરાત કરાશે. બીજી બાજુ શનિવારથી આમ આદમી પાર્ટી રોડ શોનું આયોજન કરશે અને દરેક દિવસે 2થી 3 રોડ શોનું આયોજન થશે એવું સૂત્રોએ જણાવ્યું છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ પણ CM ચહેરા સાથે રોડ શોમાં ભાગ લે એવી માહિતી મળી રહી છે.

ત્રિપાંખીયો જંગ જામ્યો, કોણ હશે AAPનો CM ચહેરો જાણો
ગુજરાતમાં પરંપરાગત ચૂંટણીના જંગના બદલે આ સમયે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે. તેવામાં આમ આદમી પાર્ટીના ટોચના સૂત્રોએ ગુજરાત તકને જણાવ્યું છે કે ઈસુદાન ગઢવી અથવા ગોપાલ ઈટાલિયા AAPનો સીએમ ચહેરો રહેશે. પાર્ટીના સૂત્રોએ માહિતી આપી છે કે ગોપાલ ઈટાલિયા પાટીદાર સમાજના છે અને પાટીદાર આંદોલનમાં પણ તેઓ સામેલ હતા.

આ દરમિયાન બીજી બાજુ ઈસુદાન ગઢવી ભૂતપૂર્વ પત્રકાર છે અને તેમની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે. તેવામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાય એની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. જોકે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ ચહેરાની જાહેરાત નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્સ યથાવત રહ્યો છે.

ADVERTISEMENT

ચૂંટણી જાહેર પછી શનિવારે AAPનો રોડ શો યોજાશે જ્યાં AAPના CM ચહેરા સાથે અરવિંદ કેજરીવાલ પણ એમા ભાગ લેશે.

AAPએ જૂનથી તેના અભિયાનની શરૂઆત કરી દીધી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ ગેરંટીઓ, યાત્રાઓ, ઘરે-ઘરે પ્રચાર અને ઘણી મોટી જાહેરાતો કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ચૂંટણીની તારીખો જાહેર થતાં AAP શનિવારથી રોડ શો શરૂ કરશે. જેમાં કેજરીવાલ પોતે ભાગ લેશે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસ સુધી ગુજરાતમાં રોજના બેથી ત્રણ રોડ શો થશે. AAP પોતાની લોકપ્રિયતા વધારવા અને પ્રચારના સંદર્ભમાં ભાજપ અને કોંગ્રેસને સખત ટક્કર આપી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT