ગુજરાત Tak એક્સક્લુઝિવ: કેજરીવાલે AAPના 5 MLAને દિલ્હી બોલાવી અઢી કલાક શું ટ્રેનિંગ આપી હતી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીની નજર લોકસભાની ચૂંટણી પર તો છે. સાથે સાથે ગુજરાતની અંદર મજબૂત રીતે વિપક્ષની ભૂમિકા પણ કેવી રીતે ભજવાની તેના પર છે. થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને દિલ્હી ખાતે બોલાવીને દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને તમામને ખાસ ટ્રેનિંગ આપી હતી. અઢી કલાક સુધી આ MLAsને ટ્રેનિંગ અપાઈ હતી. ત્યારે નર્મદા જીલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત Tak સાથે એક્સક્લુઝિવ વાત ચીત કરીને કયા કયા મુદ્દાઓ પર તેમને ટ્રેનિંગ અપાઈ તે વિશે જણાવ્યું હતું.

દિલ્હીમાં AAPના ધારાસભ્યોની ટ્રેનિંગ
ચૈતર વસાવાએ જણાવ્યું કે, ચૂંટણી બાદ અમે AAPના બધા ધારાસભ્યો દિલ્હીની મુલાકાતે ગયા હતા. જ્યાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને વિધાનસભામાં કેવી રીતે રજૂઆત કરવી? સરકાર સામે કયા પ્રશ્નો ઉઠાવવા તે બાબતે તાલીમ આપી હતી. આ સાથે ચૈતર વસાવાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી લડશે.

‘5 પાંડવો બનીને વિધાનસભામાં લડીશું’
તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ વડાપ્રધાન મોદીના નામથી 156 સીટો જીત્યા છે, ભાજપના જીતેલા ધારાસભ્ય પણ આશ્ચર્યચકિત છે કે અમે કેવી રીતે જીતી ગયા. અમને મુદ્દા અને સરળ રાજનીતિના કારણે મત આપ્યા છે, એટલે એ મુદ્દા અને લોકોને લાભ મળે, તેમની મુશ્કેલીઓ છે, મોંઘવારી, રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને પેપર ફૂટવાની બાબતે અમે ગુજરાતની જનતા સાથે છીએ. આવનારા સમયમાં અમે કેજરીવાલ અને ભગવંત માને અમને ટિપ્સ આપી છે તેના દ્વારા વિધાનસભામાં બુલંદ થવાના છીએ. અમે 5 છીએ પણ પાંચ પાંડવો બનીને સામે લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવીશું.

ADVERTISEMENT

વિધાનસભામાં પહેલા જ દિવસે કયા મુદ્દા ઉઠાવ્યા?
ગુજરાત Tak સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ચૈતર વસાવાએ જણાવ્યું કે, પહેલા જ દિવસે વિધાનસભામાં મને બોલવાની તક મળી તો મેં મારા વિસ્તારમાં આઝાદીના 75 વર્ષ પછી પણ 305 ગામ અને 3.50 લાખની વસ્તી છે, 1986માં એક્સ-રે મશીન મળ્યું હતું, એના સિવાય એકપણ મશીન નહોતું. તો આવનારા સમયમાં આ દવાખાનામાં તમામ સાધનો ઉપલબ્ધ થાય તે અમારી પ્રાથમિક ફરજ રહેશે. બ્લડ બેંક ઉપલબ્ધ થાય, દરેક પ્રકારના ટેસ્ટ મફત થાય તે અમારી પ્રાથમિકતા હશે. ડેડિયાપાડામાં 23 પ્રાથમિક શાળામાં 1 જ શિક્ષક છે અને 38 શાળા જર્જરિત છે. તે પ્રશ્ન સોલ્વ કરવા અને શિક્ષકોની ભરતી થાય અને શાળા બને તે અમારું પ્રથમ કાર્ય રહેશે. અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ મળે અને નજીકમાં GIDC છે ત્યાં સરકારના નીતિ નિયમ મુજબ સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે અમે માગણી કરીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT