નજીવી બાબતે ઉશ્કેરાઈને મામા-ભાણેજે છરીના ઘા મારી કરી યુવકની હત્યા, ક્ષણિક ગુસ્સો બન્યો મોતનું કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ,બોરસદઃ આજકાલ સામાન્ય બાબતોમાં પણ ઝઘડો થવો અને તેનો કરુણ અંજામ આવવો આ બાબત ખુબ સામાન્ય બની ગઈ છે. બોરસદમાં પણ નજીવી બાબતમાં બે યુવકો વચ્ચે ઝઘડો થયો અને મામલો બીચકતા છરીના ઘા મારી એક યુવકનું મોત નિપજાવી દેવાયુ.

બોરસદના ભોભાફળી ખાતે બાઈક અથડવા જેવી નજીવી બાબતે બે યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં મામલો બિચકયો હતો.જેમાં છરીના ઘા જીકી દેવાનો બનાવ બનતા એક યુવકનું મોત નિપજ્યું છે.જેને લઇને સમગ્ર શહેરમાં અરેરાટી મચી ગઇ છે.જો કે આ ઘટનામાં બોરસદ શહેર પોલીસ મથકે બે શખ્સો સામે ગુનો નોંધતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નજીવી બાબતે કરી હત્યા
બોરસદના ભોભાફળી વિસ્તારમાં બે બાઈક અથડાવાની ઘટના બની હતી.આ ઘટનામાં બોરસદના સોહેબ અને સાહબાજ ગત નવમીની રાત્રે ડીજેના સાધનો ભાડે લેવા માટે બાઈક પર નીકળ્યા હતા.આ દરમિયાન ભોભાફળી પાસે એક બાઈક અથડાયું હતું. જેને લઇને બાઈક પર સવાર ત્રણે જણા નીચે પડી ગયા હતા.નીચે પડેલા ત્રણેય જણાએ પાછળ જોયું તો એક બાઈક હતી,અને બાઈક પર તેનો મિત્ર સોહેબ મલેક હતો. જેથી બાઇક પર સવાર શાહબાજે તેને બાઈક જોઈને ચલાવવા માટે કહ્યું હતું. બસ આટલી જ વાત કે બાઈક જોઈને ચલાવવું અને એ વાતે એટલો ઉગ્ર ઝઘડો થયો કે જીવન ગૂમાવી દેવુ પડ્યું.

ADVERTISEMENT

આ પણ વાંચો: પરીક્ષામાં ફેરફાર: સરકાર 9થી12 ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા પણ ટાઇમે લેવા અસમર્થ

હુમલો કર્યા બાદ મામા-ભાણેજ નાસી ગયા
શાહબાજે બાઈક જોઈને ચલાવવાનું કહેતા સોએબ મલક ઉશ્કેરાઈ ગયો અને ઝઘડો કરવા લાગ્યો. આ દરમિયાન સોહેબના મામા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને તે પણ અપશબ્દ બોલીને શાહબાજને પકડી રાખ્યો હતો.બોલાચાલીમાં સોહેલે ચાકુ કાઢીને શાહબાઝના પેટમાં મારવા જતા સોહેલ વચ્ચે પડ્યો હતો.આ દરમિયાન પહેલા ચપ્પુ શાહબાઝના જમણા પગે વાગી ગયો હતો.જેના કારણે તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસાઈ પડ્યો. હુમલો કર્યા બાદ મામા-ભાણેજ સ્થળ પરથી જ નાસી ગયા હતા.

ADVERTISEMENT

પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
તો બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા શાહબાઝને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઈજાઓ ગંભીર હોવાના કારણે તેને કરમસદની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હૉસ્પિટલમાં પહોંચ્યા બાદ ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને સોહેલ મહંમદએ બોરસદ પોલીસ મથકે સોહેબ મલેક અને મામા મુસ્તફા ઉર્ફે બાબુલ બદરુદ્દીન મલેક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT