માજી સૈનિકોએ આંદોલન દરમિયાન પોલીસ અધિકારીને ધક્કે ચડાવ્યો, ધરણા પ્રદર્શન બન્યું વધુ ઉગ્ર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ નિવૃત આર્મી જવાનોએ પોતાની વિવિધ માગોને લઈને આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન એક માજી સૈનિકના જવાન શહીદ થઈ જતા આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. તેવામાં ચિલોડા ખાતે મોટી સંખ્યામાં નિવૃત્ત આર્મી જવાનોએ પોલીસ અધિકારીને ઘેરી લીધો હતો. ત્યારપછી રોષે ભરાયેલા જવાનોએ તેને ધક્કો ચઢાવી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે આર્મી જવાન શહીદ થયા પછી તેઓ ધરણા પર બેઠા છે.

આંદોલન દરમિયાન નિવૃત્ત જવાનનું મોત થયું હતું
ગઈકાલે જ ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નં.1 પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આર્મી જવાનો પ્રદર્શન કરી રહ્યા હતા. તેવામાં કાનજીભાઈ મેથલિયા નામના જવાન શહીદ થયા. જે બાદ હોસ્પિટલની બહાર નિવૃત્ત આર્મી જવાનો બેસી ગયા હતા. તેઓ શહીદ જવાનના પાર્થિક શરીરને બહાર લઈ જવા દેવાની ના પાડી રહ્યા હતા. જોકે ત્યારપછી પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર કરવા માટે સાબરકાંઠા તેમનો પાર્થિવ શરીરને લઈ જવા તૈયાર થયા હતા.

ADVERTISEMENT

નિવૃત્ત જવાનો પ્રદર્શન હજુ ચાલુ રાખશે
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ હોસ્પિટલ ખાતે વધુ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નિવૃત્ત આર્મીના જવાનોએ વિનંતી કરતા શહીદ જવાનના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર અર્થે લઈ જવાની અનુમતિ અપાઈ હતી. જોકે નિવૃત્ત આર્મી જવાનોએ આ બાદ પણ પોતાનું વિરોધ પ્રદર્શન આગળ ચાલુ રાખવા માટે જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT