અમદાવાદ પર જોશમીઠ જેવું સંકટ, દરવર્ષે આટલા સે.મી જમીનમાં ધસી રહ્યું છે શહેર, રિસર્ચમાં ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: જ્યારે પણ માનવી પ્રકૃતિના કામમાં ખલેલ પહોંચાડે છે, ત્યારે પર્યાવરણ ખરાબ થાય છે. પહાડોમાં વસેલા જોશીમઠ, નૈનીતાલ, શિમલા, ચંપાવત કે ઉત્તરકાશી જેવા શહેરો પર નીચે ધસવાનો ખતરો છે, માત્ર પહાડો જ નહીં દરિયાકિનારે વસેલા શહેરો પર પણ ખતરો છે. ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટરે એક રિસર્ચ રિપોર્ટ જાહેર કરી હતી, જેનો હવે ખુલાસો થયો છે. જેમાં કહેવાયું છે કે, ગુજરાતના અમદાવાદ સહિત ઘણા તટીય વિસ્તારો દરિયાના કારણે ડૂબી જશે.

ગુજરાતના દરિયાકાંઠાનું થઈ રહ્યું છે ધોવાણ
ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રથીશ રામકૃષ્ણન અને તેમના સાથીઓએ મળીને રિસર્ચ પેપર રજૂ કર્યું છે. જેનું નામ ‘Shoreline Change Atlas of the Indian Coast-Gujarat-Diu & Daman.’ તેમાં જણાવાયું છે કે, ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો કિનારો સ્ટેબલ છે. 110 કિલોમીટરનું તટ કપાઈ રહ્યો છે અને 49 કિ.મીના તટમાં આ ઝડપથી થઈ રહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, સતત વધતા દરિયાઈ જળસ્તરના કારણે અને જળવાયુ પરિવર્તન આ પાછળનું મોટું કારણ છે. ગુજરાતમાં સેડીમેન્ટ્સના કારણે 208 હેક્ટર જમીન વધી છે, પરંતુ દરિયો આગળ વધતા 313 હેક્ટર જમીન ગુમાવી છે. અન્ય એક રિસર્ચમાં સામે આવી છે જેમાં કૃણાલ પટેલ અને તેમની ટીમે ગુજરાતના 42 વર્ષના ભૌગોલિક ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. જેમાં બતાવાયું છે કે કચ્છ જિલ્લામાં સૌથી વધુ જમીન ધોવાઈ છે.

1969માં બે જિલ્લાના લોકોને કરવું પડ્યું વિસ્થાપન
રિસર્ચ મુજબ, ગુજરાતના 16 તટીય જિલ્લામાં 10 જિલ્લામાં ધોવાણ થઈ રહ્યું છે. સૌથી વધુ કચ્છમાં, આ બાદ જામનગર, ભરુચ અને વલસાડમાં. આ પાછળનું કારણ ખંભાતની ખાડીનું સી સરફેસ ટેમ્પરેચર 1.50 ડિગ્રી સેલ્સિયલ વધ્યું છે. સૌરાષ્ટ્રના કાંઠા પાસે 1 ડિગ્રી અને કચ્છના અખાતમાં 0.75 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું છે. તાપમાનમાં આ વધારે પાછલા 160 વર્ષોમાં થયો છે. 1969માં અમદાવાદ જિલ્લાના માંડવીપુરા ગામના 8000 ગ્રામિણો અને ભાવનગર જિલ્લાના ગુંડાળા ગામના 800 લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું. કારણ કે તેમની ખેતીની જમીન અને ગામનો ભાગ દરિયામાં ડૂબી ગયો. સામાજિક કાર્યકર્તા પ્રદ્યુમ્નસિંહ ચુડાસમાનું કહેવું છે કે, અમદાવાદ અને ભાવનગરની જેમ ખંભાતના અખાતના પશ્ચિમ તટ પર વસેલા ગામો પણ ખતરામાં છે.

ADVERTISEMENT

દક્ષિણ ગુજરાતમાં પણ તટ ધોવાયા
બીજી તરફ વલસાડ અને નવસારી જિલ્લાના ઘણા ગામોમાં પણ આ પ્રકારનો ખતરો છે. ઉમરગામ તાલુકાના લગભગ 15 હજાર લોકોનું જીવન અને વ્યવસાય ખતરામાં છે. કારણ કે દરિયાનું પાણી તેમના ઘરોમાં ઘુસી જાય છે. ઉમરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રધાન સચિન મચ્છિનું માનવું છે કે જે રીતે દમણ પ્રશાસને 7થી 10 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવી ચે, આવી રીતે ગુજરાત સરકારે 22 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવી જોઈએ.

ADVERTISEMENT

અમદાવાદમાં ભૂગર્ભસ્તરના વપરાશના કારણે શહેર અંદર ધસ્યું
આ તમામ ગામોનો દરિયાનું જળસ્તર વધવાના કારણે ડૂબવાનો ખતરો છે. જ્યારે અમદાવાદનું ધસવાનો ખતરો છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિક રાકેશ ધુમકાના અભ્યાસ મુજબ અમદાવાદ દર વર્ષે 12થી 25 મિલિમીટર એટલે કે સવાથી અઢી સેન્ટીમીટર ધસી રહ્યું છે. કારણ છે ભૂગર્ભ જળનું ઝડપથી વધતો ઉપયોગ. ભૂગર્ભ જળ કાઢવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને લોકોના પીવાના પાણીની અલગથી વ્યવસ્થા કરવી જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT