ઘોઘંબા રવિવારી હાટ બજારમાં કેટલાક વેપારીઓ માટે પ્રવેશબંધી, જાણો કોણે નોટિસ ફટકારી..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઘોઘંબાઃ પંચમહાલના ઘોઘંબા રવિવારી હાટ બજારમાં કાલોલ, વેજલપુર અને ગોધરાના વેપારીઓ સામે પ્રતિબંધી લાદી દેવામાં આવી છે. હાટ બજારમાં બકરા અને મરઘાનો વેપાર કરવા આવતા બહારના વેપારીઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આને લઈને ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચે નોટિસ પણ બહાર પાડી દીધી છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેટલાક અસામાજિક તત્વો હાટ બજારમાં માથાકુટ કરી વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતા આવે છે.

નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે…
ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં રવિવારી હાટમાં બકરા મરઘાનો વેપાર કરવા માટે આવતા વેપારીઓ સામે કડક સૂચનો કરાયા છે. સરપંચે નોટિસમાં કહ્યું છે કે રવિવારી હાટમાં સ્થાનિકો અને આસપાસના ગામડાઓથી આવતા પશુપાલકો અને વ્યક્તિઓ સાથે ઝઘડો અને અસભ્ય વર્તન કરતા હોય છે. આના કારણે સમગ્ર હાટમાં અશાંતિ ફેલાઈ જાય છે.

ADVERTISEMENT

કાયદેસરની કાર્યવાહી કરાશે…
સરપંચે નોટિસમાં એમ પણ જણાવ્યું છે કે જો બહારથી કોઈ વેપાર કરવા આપ્યો તો એની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. અહીં શાંતિ જળવાઈ રહે તેના માટે આ નિર્ણય લેવાયો છે. તેમની આ નોટિસ અત્યારે વાઈરલ થઈ રહી છે.

With Input: શાર્દૂલ ગજ્જર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT