RBIએ વ્યાજ દર વધારતા 30 લાખની લોન પર કેટલો EMI વધશે? આ રીતે ગણતરી કરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. આજે બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો. છેલ્લા સાત મહિનામાં RBI દ્વારા વ્યાજના રેટમાં કરાયેલો છઠ્ઠો વધારો છે. આમ મે 2022થી અત્યાર સુધીમાં આમા કુલ 2.50 ટકાનો વધારો થયો છે. અને હાલ તે 6.50 ટકાએ પહોંચી ગયો છે. આ સાથે જ હોમ, પર્સનલ, ઓટો સહિત તમામ લોન મોંઘી થઈ છે અને લોકો વધારે EMI ચૂકવવો પડશે. આવો જાણીએ 6 વખત વ્યાજના દરોમાં વધારો બાદ તમારો EMI કેટલો વધશે.

છેલ્લા સાત મહિનામાં RBI દ્વારા વ્યાજના રેટમાં કરાયેલો છઠ્ઠો વધારો છે. કેન્દ્રિય બેંકે મેં મહિનામાં 0.40 ટકા, જૂન ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 0.50 ટકાનો અને ડિસેમ્બરમાં વ્યાજના રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો.

30 લાખની લોન પર કેટલું ભારણ વધશે?
ઉદાહરણ રૂપે સમજીએ તો કોઈ વ્યક્તિએ મે 2022માં રેપો રેટમાં વધારા પહેલા 30 લાખ રૂપિયાની લોન 6.7 ટકાના વ્યાજે 20 વર્ષ માટે લીધી હતી. આ રેટ પર તેને પ્રતિમાસ 22,722 રૂપિયાનો EMI ચૂકવવો પડતો હતો. RBI દ્વારા સતત 6 વખત 2.50 ટકા વ્યાજના દરો વધારાતા હવે તેની લોન વધીને 9.2 ટકા થઈ ગઈ. આ હિસાબથી EMI હવે 27,379 રૂ. પ્રતિ માસ થઈ જશે. આમ આટલા સમયમાં દર મહિને તેને લોનમાં 4657 રૂપિયા પ્રતિ માસ વધારે ખર્ચ કરવા પડશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ભૂકંપ બાદ કાળમાળ વચ્ચેથી કિલકારી ગુંજી, પ્રસવની પીડામાં જ માતાનું મોત, કલાકો બાદ બાળકી જીવતી બહાર નીકળી

ઓટો લોનના EMIનું કેલ્ક્યુલેશન
હોન લોન સાથે જો કોઈએ ઓટો લોન લીધી હોય તો આપણે એમ માનીએ કે કોઈ કાર 10 લાખ રૂપિયામાં તમે ખરીદી છે. તેના પર 8 લાખની લોન 5 વર્ષ માટે લીધી છે. તમારા ઓટો લોનના રેટમાં વધારો થતા પહેલા 6 ટકાના હિસાબે તમારે 15,466 રૂપિયાનો EMI આવતો. હવે લોનના રેટ વધીને 8.50 ટકા થતા તમારો EMI વધીને 16413 રૂપિયા થઈ જશે. એટલે પ્રતિમાસ 947 રૂપિયાનો બોજ વધશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT