ચૌધરી અધિકારીએ આપઘાત નથી કર્યો, ભાજપના દબાણથી મર્યો, જેલમાં નાખીશું: જગ્દીશ ઠાકોર
સાબરકાંઠાઃ સાબરકાંઠાના ઇડરમાં જગદીશ ઠાકોરે પોતાના આકરા વચનોની છબીની જેમ વધુ એક વખત તેમણે જાહેર સભામાં ભાજપ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ચૌધરી…
ADVERTISEMENT
સાબરકાંઠાઃ સાબરકાંઠાના ઇડરમાં જગદીશ ઠાકોરે પોતાના આકરા વચનોની છબીની જેમ વધુ એક વખત તેમણે જાહેર સભામાં ભાજપ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ચૌધરી સમાજના એક અધિકારીએ આપઘાત કર્યો તેવી વિગતો મળી પણ તે આત્મહત્યા ન હતી, અધિકારીને કોંગ્રેસનું ફોર્મ રદ્દ કરવાનું કહ્યું હતું જે તેનાથી ના થયું અને જોવા જેવી થશે તેવી ધમકીથી તે ટેન્શનમાં હતા. ભાજપે તેમને મારી નાખ્યા છે.
#Sabarkantha જગદીશ ઠાકોર (@jagdishthakormp )એ કર્યા ભાજપ પર પ્રહાર કહ્યું, ચૌધરી સમાજના અધિકારીએ આપઘાત નથી કર્યો પણ ભાજપના દબાણને કારણે ચિંતામાં પગલું ભર્યું, ભાજપના ઉમેદવારોને જેલભેગા કરીશું- Video#Gujarat #Election2022 #ElectionWithNews18 pic.twitter.com/tJMK9UGhI1
— Gujarat Tak (@GujaratTak) December 1, 2022
ભાજપના ઉમેદવારોને જેલભેગા કરીશું: જગદીશ ઠાકોર
સાબરકાંઠાની ઇડર વિધાનસભા માટે આજે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એક સભા સંબોધી હતી જ્યાં તેમની જણાવ્યું હતું કે ચૌધરી સમાજના એસડીએમ સ્વર્ગેશ રાજુભાઈ કે પટેલ નો આપઘાત નથી પરંતુ હત્યા થઈ છે અને કોંગ્રેસ સરકાર બનશે ત્યારે હું તેમને ન્યાય અપાવવા માટે હું વચનને બંધાવ છું. તેમણે કહ્યું કે 8મી તારીખે ચૂંટાઈને સરકાર બનાવશું ત્યારના 1 મહિનામાં સ્પેશ્યલ ટીમ રચીને ભાજપના ઉમેદવારોને જેલમાં નાખવાનું વચન ચૌધરી સમાજને અને તેમના પરિવારને જગદીશ ઠાકોર વચન આપે છે.
(વીથ ઈનપુટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT
ADVERTISEMENT