ભાજપને ચૂંટણી પહેલા પડ્યો મોટો ફટકો! આ દિગ્ગજે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે હવે પક્ષપલટા કરવાની ઘટના સતત સામે આવતી રહે છે. તેવામાં વડોદરા જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ડભોઈ મતવિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલરે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. જેને કારણે રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે તેમણે વર્ષ 2012માં સિદ્ધાર્થ પટેલને પણ કાંટાની ટક્કર આપી હતી.

કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા દિગ્ગજ નેતા
વડોદરા જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. અત્યારે ચૂંટણીના થોડા સમય પહેલાં જ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર કોંગ્રેસમાં જોડાઈ જતા ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે અત્યારે ત્રણેય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર ચાલી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ કે પછી ભાજપ.. તમામના કેટલાક આગેવાનો પક્ષપલટો કરી વિવિધ કારણોસર પાર્ટી બદલતા નજરે પડી રહ્યા છે.

ADVERTISEMENT

બાલુ ઢોલર ભાજપથી નારાજ હતા
ટિકિટ મળશે કે નહીં તથા એની ઈચ્છા રાખતા નેતાઓના કારણે ત્રણેય પાર્ટીઓમાં અત્યારે ક્યાંકને ક્યાંક આંતરિક વિવાદો સામે આવતા જ રહે છે. તેવામાં બાલકૃષ્ણ ઢોલરની વાત કરીએ તો રિપોર્ટ્સ પ્રમાણે તેઓ ટિકિટના પ્રશ્નને લઈને ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા. વળી 2012માં પણ તેઓ ભાજપથી ચૂંટાઈ આવ્યા છે. આ દરમિયાન તેમણે 5 હજાર મતથી સિદ્ધાર્થ પટેલને હરાવ્યા હતા. તેવામાં બાલકૃષ્ણ ઢોલર હવે કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ જણાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણ ઢોલર ભાજપ વડોદરાના જિલ્લાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

With Input- દિગ્વિજય પાઠક

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT