Election 2022: ગુજરાતના આ બુથ પર ફક્ત 1 મિનિટમાં થયું 100 ટકા મતદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ તહી ચૂક્યું છે. રાજ્યમાં ગીર સોમનાથના એક એવા મતદા જે પોતાના મતાધિકારને લઈ વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. આ મતદાર છે ગીર જંગલની મધ્યે આવેલા બાણેજ ગીર જગ્યાના મહંત કે જેઓ મતદાન કરે એટલે 100 ટકા મતદાન થઈ જાય છે. ત્યારે આજે મતદાનના દિવસે મત આપતાની સાથે જ 1 જ મિનિટમાં  બૂથ પર 100 ટકા મતદાન થઈ ચૂક્યું હતું.

ગુજરાતની ચૂંટણીમાં માત્ર એક જ મતદાર માટે ખાસ મતદાન મથક બનાવવામાં આવે છે તે તેનો પુરાવો છે. કનકાઈ બાણેજનું આ બુથ હરિદાસ બાપુ માટે જ બનાવવામાં આવ્યું છે. દરેક ચૂંટણીમાં આ બૂથ ખાસ બનાવવામાં આવે છે અને તે મુજબ સ્ટાફ તૈનાત કરવામાં આવે છે. સ્વામી હરિદાસે સવારે જ પોતાનો મત આપ્યો છે અને તેઓ મતદાન કરે કે તરત જ મતદાન મથક પર 100% મતદાન થાય છે કારણ કે તેમાં માત્ર એક જ મતદાર છે.

 રાત્રિ રોકાણ પર પ્રતિબંધ છે 
બાણેજ ગીરના જંગલમાં આવેલ સ્થાન છે.  જ્યાં સામાન્ય રીતે રાત્રિ રોકાણ પર પ્રતિબંધ છે. ચૂંટણી માટે પોલીસ અને મતદાન મથકના સ્ટાફ સહિત 8 લોકો બીજા દિવસે રાત્રે પહોંચી જાય છે, સવારે મતદાન પૂર્ણ કરે છે અને સાંજ સુધી રોકાય છે.

ADVERTISEMENT

આ મતની ગુપ્તતા ન રહે
ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન આ એક માત્ર મત માટે પોલિંગ બુથ ઉભું કરે છે. મધ્ય ગીરની અંદર એક માત્ર મતદાર માટે ચૂંટણી પંચ મતદાન મથક તો ઉભું કરે છે પરંતુ આ મત ગુપ્ત રહેતો નથી એક માત્ર મત હોવાના કારણે જ્યારે ઇવીએમ ખુલે છે ત્યારે તે મત બાપુએ કોને આપ્યો છે તે પણ ખૂલ્લું પડી જાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT