કચ્છમાં મોડી રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ ઉપર 3.2 ની તીવ્રતા નોંધાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપ પછી ક્યારેક-ક્યારેક ધરતીના પેટાળમાં હલચલ થતી રહે છે. આ વચ્ચે મોડી  રાત્રે 3.31 કલાકે કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.  26 મી જાન્યુઆરી મહિનામાં વિનાશક ભૂકંપની વરસી નજીક આવી રહી છે, ત્યારે આ રીતે આવેલા ભૂકંપની મોટી તીવ્રતાના કારણે લોકોમાં ડર ફેલાયો છે.

રાપરથી 21 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદૂ
કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભાઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોદી રાત્રે લોકો ગાઢ નિંદ્રામાં હતા તે દરમિયાન રાત્રિના 3.31 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવતા ફરી લોકોમાં ભયનો મહોલ જામ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રપરથી 21 કિમી દૂર નોંધાયું છે.

કચ્છમાં ડિસેમ્બર માસમાં 4 આંચકા અનુભવાયા
26 મી જાન્યુઆરી ના દિવસે આવેલ વિનાશક ભૂકંપ હજુ પણ નથી ભૂલાયો. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ દરમિયાન કચ્છ જિલ્લામાં અનેક વખત ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનું સામ્રાજ્ય જામ્યું છે. ત્યારે છેલ્લા એક મહિનામાં કચ્છ જિલ્લામાં 4 ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ADVERTISEMENT

ડિસેમ્બર માસમાં  અનુભવાયા ભૂકંપના આંચકા

  • 8 ડિસેમ્બરે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 19 ડિસેમ્બરે  3.1. ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 20 ડિસેમ્બરે 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 28 ડિસેમ્બરે 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT