ફરી કચ્છની ધરા ધ્રુજી : ભચાઉથી 19 કિમી દૂર 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: 2001 પછી કચ્છમાં નાના ભૂકંપ સામાન્ય બની ગયા છે. કચ્છમાં આજે સવારે 8.19 મિનિટે ભુકંપનો આંચકો અનૂભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ છે. મળતી માહિતી મુજબ કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિ.મી દૂર નોંધાયું છે.

19 ઓક્ટોબરે પણ અનુભવાયો હતો ભૂકંપનો આંચકો
19 ઓક્ટોબરે 10.10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર બેટ પરના વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા નોંધાઈ હતી.

2 ઓક્ટોબરે 1.38 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 7 કિમી દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ હતી. આમ એક જ માસમાં કચ્છમાં 3 વખત ભૂકંપન આંચકા અનુભવાયા હતા.

ADVERTISEMENT

જાણો ગુજરાતમાં છેલ્લા 5 માસમાં કયા કયા અનુભવાયા ભૂકંપના આંચકા 

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT