Gujarat Elections: અરવલ્લીમાં કોંગ્રેસના પોસ્ટરો પર કાદવ ફેંકાયો, સ્થાનિક નેતાઓમાં રોષ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કેટલાક રાજકીય પક્ષોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક સમાજના ઉમેદવારોને ટિકિટ ન મળતા નારાજગી સામે આવી રહી છે તો ક્યાંક સ્થાનિક સમસ્યાઓને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉઠી રહી છે. આ બધાની વચ્ચે અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના બેનર પર અજાણ્યા ઈસમો દ્વારા કાદવ ફેંકવાની ઘટના બની છે.

અજાણ્યા ઈસમો દ્વારા કાદવ ફેંકવાથી પાર્ટીના નેતાઓમાં રોષ
અરવલ્લીના મેઘરજમાં માલપુર રોડ પર કોંગ્રેસ પાર્ટીના બેનરો લગાવવામાં આવેલા છે. આ બેનરોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણીમાં આપવામાં આવેલા વચનો લખવામાં આવ્યા છે. ITI કોલેજ સામે લાગેલા આ બેનર પણ અજાણ્યા ઈસમો દ્વારા કાદવ ફેંકવાની ઘટના બની છે. જેને લઈને હવે સ્થાનિક કોંગ્રેસી નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભિલોડા- મેઘરજ બેઠક સ્વ. અનિલ જોશીયારાનો ગઢ ગણાતો
અરવલ્લી જિલ્લાના ભિલોડા-મેઘરજ બેઠક પર સ્વ. અનિલ જોશીયારાનો ગઢ ગણાતો હતો. પણ આ વખતે કોંગ્રેસ દ્વારા રાજેન્દ્ર પારગીને ટિકિટ આપીને ઉતારવામાં આવ્યા છે. ત્યારે મેઘરજ તાલુકામાં બીજેપી તરફથી પૂર્વ આઇપીએસ પી.સી બરંડાને ટિકિટ આપીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે પોસ્ટરો પર કાદવ ફેંકવાની ઘટના બાદથી મેઘરજમાં રાજકારણ ગરમાયું છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હિતેશ સુતરિયા)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT