અનિયમિત બસોને કારણે અરેરા ગામના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, આંદોલનની આપી ચીમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news
હેતાલી શાહ, નડિયાદ: શહેરના એસટી ડેપોમાં અનિયમિત બસોને કારણે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો પરેશાન થઈ ગયા છે. જેને લઈને આજે વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેન્ડ ખાતે હલ્લાબોલ કરી વિરોધ વ્યક્ત કરી ડેપો અધિકારીને આવેદનપત્ર પાઠવી સમસ્યા દુર કરવા માંગ કરાઈ છે. સમસ્યાનુ સમાધાન નહીં આવે તો અરેરા આગળ  રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી છે.
ખેડા જીલ્લાના અરેરા ગામના વિદ્યાર્થીઓને છેલ્લા બે માસથી અનિયમિત બસોને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.બસોની અનિમિયતાથી લોકો કંટાળી 7 km ચાલવા મજબૂર બન્યા છે. અમદાવાદ વાયા ખાત્રજ જતી કોઈપણ લોકલ બસો અરેરા પાટીયે ઊભી નથી રહેતી, બસના કંડકટર અને ડ્રાઈવરોની મનમાનીના કારણે વિદ્યાર્થીઓ તથા મુસાફરોને તકલીફો ભોગવવી પડે છે. ત્યારે આ કારણે મામલો વિચકયો છે અને હલ્લાબૉલ કરી આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે.
બસ ડેપો પર હાલ્લાબોલ કરી
બસ સ્ટેન્ડમાં દરરોજ અનેક સ્ટુડન્ટના મોબાઈલ ચોરાઈ જાય છે.  છતાં પણ કોઈ જ એક્શન નહી લેવાતાં મુસાફરોમા એસટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને કંટાળેલા વિદ્યાર્થીઓ, મુસાફરો તથા અરેરા ગામના ડેપ્યુટી સરપંચ કિરણસિંહ દ્વારા બસ ડેપો મેનેજરને રજૂઆત  કરવામાં આવી છે. તે પહેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,  મુસાફરો તથા  ડે.સરપંચે એકઠા થઈ બસ ડેપો પર હાલ્લાબોલ કરી અને સૂત્રોચાર કર્યા હતા.
બસના ધાંધીયાથી લોકો કંટાળ્યા 
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદથી માત્ર 7 કીમીના અંતરે આવેલ ગામ અરેરામા નડિયાદનું એસટી વિભાગ બસો પહોંચાડવામાં ઊણુ ઉતર્યું નથી. બસોના અનિયમિતના ધાંધીયાથી પરેશાનીમા વધારો થયો છે. અમદાવાદ વાયા ખાત્રજ તરફની જતી તમામ લોકલ બસો અહીયા સ્ટોપેજ હોવાં છતાં બસ ઊભી રાખતા નથી. જેના કારણે આજે અરેરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત સ્ટુડન્ટોએ અરેરા ગામથી 7 કીમી ચાલી મુખ્ય મથક નડિયાદ ખાતે આવ્યા અને એસટી ડેપોમાં હલ્લાબોલ કરી ધરણા કર્યા હતા. બસ સ્ટેન્ડમાં મુસાફરોના સરસામાન તેમજ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
રસ્તા રોકો આંદોલનની ચીમકી
આ અંગે અરેરા ગામના ડેપ્યુટી સરપંચ કિરણસિંહે જણાવ્યું કે,  નાના છોકરાઓ અમારા ગામના 6  થી 12મા ધોરણમાં ભણે છે, કોલેજમાં ભણે છે. છેલ્લા દોઢ મહિનાથી અનિયમિત‌બસને કારણે પરેશાન છે. અહીં ઘણી વખત ડેપો મેનેજર સાથે સંપર્ક કર્યો. આજે આવશે, આજે આવશે, કહે છે. પરંતુ આવી નથી. જેને લઈને આજે અમે અરેરા થી નડિયાદ સાત કિલોમીટર સ્ટુડન્ટોને લઈને ચાલતા આવ્યા છીએ. અને આ ઠંડીની અંદર અમારે બસ સ્ટેન્ડની અંદર ચાલીને આવુ પડ્યુ છે. છેલ્લા બે કલાકથી અમે આ પરિસ્થિતિમાં બેઠા છીએ. પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ત્યાં વારંવાર કમ્પ્લેન કરવામાં આવી છે, છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. નડિયાદ થી અમદાવાદ તરફ જતી કોઈપણ લોકલ બસ અરેરા પાટીયા ઉભી રહેતી નથી. બસ ગામમાં તો આવતી જ નથી, પરંતુ પાટીએ પણ ઊભી નથી રહેતી. અમારા 50થી વધુ બાળકોએ પાસ કરાવ્યા છે. પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી. અમારા ગામને તો જાણે અરખામણું બનાવી દીધું હોય તેમ લાગી રહ્યું છે. જો હજી પણ આ સમસ્યાનુ સમાધાન નહીં આવે તો અરેરા આગળ અમે રસ્તા રોકો આંદોલન કરીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT