છોટા ઉદેપુરમાં શિક્ષાના ધામમાં દારૂડિયા શિક્ષકે ધમાલ મચાવી, સરસ્વતી માતાની તસવીરને લાત મારી
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ક્યારેક સરકારી અધિકારીઓ તો ક્યારેક શિક્ષાના ધામમાં શિક્ષકોનો દારૂના નશામાં વીડિયો સામે આવી રહ્યા છે. છોટા ઉદેપુર…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ક્યારેક સરકારી અધિકારીઓ તો ક્યારેક શિક્ષાના ધામમાં શિક્ષકોનો દારૂના નશામાં વીડિયો સામે આવી રહ્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલી એક સરકારી સ્કૂલમાં દારૂડિયા શિક્ષકનો ધમાલ મચાવતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે દારૂના નશામાં શિક્ષાની દેવી સરસ્વતી માતાની તસવીરને લાત મારીને નીચે પાડી દે છે.
દારૂના નશામાં ચૂર શિક્ષક ભાન ભૂલ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે, નશામાં ધુત એક શિક્ષક સ્કૂલમાં ધમાલ મચાવી રહ્યો છે. તે અપશબ્દો કહીને સામાનમાં તોડ ફોડ કરી રહ્યો છે. શિક્ષક આટલેથી ન અટક્યો અને સરસ્વતી માતાની તસ્વીરને પણ લાત મારીને તોડી નાખે છે. દારૂના નશામાં ચૂર શિક્ષકને પોતે શું કરી રહ્યો છે તેનું પણ ભાન નથી. ઘટના થોડા દિવસો જૂની છે, પરંતુ હવે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે બાદ શિક્ષકની પણ ઓળખ કરી લેવામાં આવી છે. માધ્યમિક સ્કૂલના આ શિક્ષકનું નામ યોગેશ હોવાનું સામે આવ્યું છે.
શિક્ષકની હરકતનો વીડિયો સામે આવ્યો
વીડિયોમાં યોગેશ નામનો આ શિક્ષક દેખાઈ રહ્યો છે, જે ક્વાંટ તાલુકાની ગેલાસરમાં આવેલી સ્કૂલમાં ભણાવે છે અને કામથી સ્કૂલમાં ગયો હતો. દારૂ પીને આવેલો શિક્ષક સ્કૂલમાં ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું અને શિક્ષકો સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યો. આટલું જ નહીં તે સરસ્વતી માતાની તસવીરને લાત મારીને નીચે પાડી દે છે. દારૂના નશામાં ધમાલ મચાવનારા શિક્ષક યોગેશની જાણકારી સ્કૂલ પ્રિન્સિપાલે પોલીસને આપી હતી. હાલમાં પોલીસ આરોપી શિક્ષકની શોધખોળ કરી રહી છે.
ADVERTISEMENT
છોટા ઉદેપુરના ક્વાંટમાં નશામાં ધૂત શિક્ષકની સ્કૂલમાં ધમાલ, સરસ્વતી માતાની તસવીરને લાત મારી
(નોંધ: આ વીડિયો બતાવીને અમારો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી, પરંતુ ઘટનાને ઉજાગર કરવાનો છે.) pic.twitter.com/16cGBA8Mxu— Gujarat Tak (@GujaratTak) December 31, 2022
ADVERTISEMENT