ગુજરાતમાં માત્ર કાગળ પર દારૂબંધી, AajTakના લાઇવ કાર્યક્રમમાં દારૂડિયા પહોંચ્યા, જુઓ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદર: ગુજરાતમાં આવ તો દારૂબંધી છે, પરંતુ ઠેર-ઠેર દારૂ વેચાતો હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગાંધીના ગુજરાતની વાત છોડો, ગાંધીજીનો જન્મ થયો અને બાળપણ વિત્યુ તે પોરબંદરમાં પણ દારૂ વેચાય અને પીવાય છે. જી હાં, AajTakના ટીવી કાર્યક્રમમાં કેટલાક લોકો દારૂ પીને જાહેરમાં મંચ પર આવી ગયા હતા. જેને લઈને હવે AAP અને કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ઘેરવામાં આવી રહી છે.

LIVE ટીવી કાર્યક્રમમાં દારૂડિયા પહોંચી ગયા
પોરબંદરમાં ગઈકાલે સાંજે AajTakનો રાજતિલક કાર્યક્રમ હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હતા અને જનતા તેમને સવાલો પૂછી રહી હતી. આ દરમિયાન ન્યૂઝ એન્કર સવાલ પૂછવા ઊભા થયેલા કેટલાક લોકો પાસે જાય છે, એવામાં દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિ કેમેરા સામે આવી જાય છે અને બોલવા લાગે છે. જાહેરમાં જ લોકો સામે બનેલી આ ઘટનાથી થોડીવાર સોંપો પડી જાય છે. એન્કર દ્વારા ભાજપના નેતાને આ વિશે પૂછવા પર તેઓ વાતને ગોળ-ગોળ ફેરવીને તેના પર જવાબ આપ્યા વગર વિકાસના મુદ્દા પર વાત કરવા લાગે છે.

 

ADVERTISEMENT

AAP-કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
સમગ્ર ઘટનાનો વીડિયો AAP દ્વારા પોસ્ટ કરીને કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધી આજ સુધી માત્ર કાગળ પર હતી. હકીકતમાં શું થયું આજતક પર જુઓ! બીજી તરફ કોંગ્રેસના નેતા શ્રીનિવાસ દ્વારા પણ આ વીડિયોને ટ્વીટ કરવામાં આવ્યો છે, અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, મોદી જી તમે જોઈ રહ્યા છો ને…

ADVERTISEMENT

ADVERTISEMENT

ચૂંટણી પહેલા રોજે રોજ મોટી સંખ્યામાં દારૂ ઝડપાઈ રહ્યો છે
નોંધનીય છે કે, તાજેતરમાં જ બોટાદ-બરવાળામાં ઝેરી દારૂ પીવાથી કેટલાય લોકોના મોત નિપજ્યા હતા. તે ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યારે LIVE ટીવી કાર્યક્રમમાં પણ લોકો દારૂ પીને આવી રહ્યા છે જે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. ચૂંટણી પહેલા રાજ્યભરમાં અનેક જગ્યાએથી રોજે રોજ લાખો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે. ત્યારે સવાલ ચોક્કસથી થાય છે કે, વર્ષોથી ગુજરાતમાં દારૂ બંધી છે છતાં કેવી રીતે દારૂ લોકો સુધી પહોંચી રહ્યો છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT