Drone Attack: ભારત આવી રહેલા જહાજ પર ઈરાનથી ડ્રોન હુમલો, અમેરિકી રક્ષા મંત્રાલયનો મોટો દાવો
Drone Attack : ભારતીય દરિયાકાંઠાની નજીક હિંદ મહાસાગરમાં લાઇબેરિયન-ધ્વજવાળા ટેન્કર (જહાજ) પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.યુએસ રક્ષા મંત્રાલયે પેન્ટાગોને જણાવ્યું હતું કે, શનિવારે…
ADVERTISEMENT
Drone Attack : ભારતીય દરિયાકાંઠાની નજીક હિંદ મહાસાગરમાં લાઇબેરિયન-ધ્વજવાળા ટેન્કર (જહાજ) પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.યુએસ રક્ષા મંત્રાલયે પેન્ટાગોને જણાવ્યું હતું કે, શનિવારે વહેલી સવારે હિંદ મહાસાગરમાં એક કેમિકલ ટેન્કરને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી, જોકે સમયસર આગ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ જહાજ સાઉદી અરેબિયાના એક બંદરેથી ભારતના મેંગલોર આવી રહ્યું હતું.
ટેન્કરની સુરક્ષા માટે ભારતીય જહાજ મોકલવામાં આવ્યું
ઓઈલ ટેન્કર પર હુમલો શનિવારે સવારે લગભગ 10 વાગ્યે થયો હતો. ટેન્કરમાં સવાર તમામ ક્રૂ મેમ્બરો સલામત છે, જેમાં લગભગ 20 ભારતીયોનો સામેલ હતા. ડ્રોન હુમલાના કારણે ટેન્કરમાં આગ લાગી હતી પરંતુ તેના પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ મોટું નુકસાન થયું ન હતું. જ્યારે ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે ભારતીય તટથી લગભગ 200 નોટિકલ માઈલ દૂર હતું. હુમલાની માહિતી મળતા જ ભારતીય નૌકાદળે તરત જ જવાબ આપ્યો અને ટેન્કરને બચાવવા માટે એક વિમાન રવાના કર્યું. ટેન્કરની સુરક્ષા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGSને પણ મોકલવામાં આવ્યું હતું.
આ ડ્રોન ઈરાનથી લોન્ચ કરાયો
પેન્ટાગોને જણાવ્યું હતું કે, એમવી કેમ પ્લુટો જહાજ લાઇબેરીયન ધ્વજ હેઠળ કાર્યરત હતું પરંતુ તે જાપાની કંપનીની માલિકીનું હતું. એક મેરીટાઇમ સિક્યોરિટી ફર્મનો દાવો છે કે જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે ઈઝરાયેલનું હતું અને તે સાઉદી અરેબિયાથી ભારત આવી રહ્યું હતું. વાસ્તવમાં, જે કંપની આ જહાજનું સંચાલન કરી રહી છે તે ઈઝરાયેલના શિપિંગ ટાયકૂન ઈદાન ઑફર સાથે સંબંધિત છે. આ ડ્રોન ઈરાનથી લોન્ચ કરાયો હતો જેણે હિન્દ મહાસાગરમાં એક રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવ્યું હતું.
ADVERTISEMENT
Red sea વિસ્તારમાં જહાજો પર હુમલાઓ વધ્યા
તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ ઈઝરાયેલના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. હકીકતમાં, જ્યારથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી Red sea વિસ્તારમાં માલવાહક જહાજો અને તેલના ટેન્કરો પર હુમલાની વધુ ઘટનાઓ બની છે. હુથી બળવાખોરોએ આ સમયગાળા દરમિયાન 35 વિવિધ દેશોના માલવાહક જહાજો અને તેલ ટેન્કરોને નિશાન બનાવીને 100 થી વધુ ડ્રોન હુમલા કર્યા છે.
ADVERTISEMENT