અમરેલી બેઠક પર MLA ના ડ્રાઈવરે અપક્ષ ફોર્મ ભર્યું, જાણો શું કહયું પરેશ ધાનાણી અંગે

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવૈયા, અમરેલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. આ દરમિયાન દરરોજ નવા નવા રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. અપક્ષ ઉમેદવારોનો પણ રાફડો ફાટ્યો છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ડ્રાઈવરે અપક્ષ ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લાની 95 વિધાનસભા બેઠક અમરેલીમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી સામે ભાજપ, આપ અને અપક્ષ વચ્ચે ના ચૂંટણી જંગમાં પરેશ ધાનાણીના પૂર્વ ડ્રાઇવર વિનુ ચાવડાએ ઉમેદવારી નોંધાવતા રાજકારણ માં ગરમાવો આવી ગયો છે એક સમયનો સારથી ડ્રાઇવર વિનુ ચાવડાએ અપક્ષ માં ઉમેદવારી નોંધાવીને સેવા કરવાના ધાનાણીના અભિગમને ગળે ઉતારીને ડ્રાઇવર માંથી ધારાસભ્ય બનવા ફોર્મ ભર્યું છે

8 માસથી નોકરી મૂકી દીધી છે
આ છે અમરેલી વિધાનસભા બેઠકનું નવા ખીજડીયા ગામ નવા ખીજડીયા ગામની 2000 ની વસ્તી માં 70 ટકા વસ્તી ધરાવતું ઓબીસી સમાજના સગર જ્ઞાતિનું પ્રભુત્વ છે સગર જ્ઞાતિના વિનુભાઈ ચાવડા નામના યુવાને અમરેલી વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવીને લાઈમ લાઈટ માં આવ્યા છે. તેમનું મુખ્ય કારણ વિનુભાઈ ચાવડા અગાઉ નવ વર્ષ સુધી પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા છેલ્લા આઠેક માસથી પરેશ ધાનાણીની નોકરી મૂકીને ધારાસભ્ય બનવાના કોડ જાગતા 2022 ની વિધાનસભા ચૂંટણીમાં વિનુ ચાવડાએ ચૂંટણી જંગમાં જમ્પલાવીને ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરવા કમર કસી છે.

ADVERTISEMENT

પરેશ ધનાણી સાથે કોઈ જ સમસ્યા નથી
વિનુ ચાવડાને વિપક્ષ નેતા પરેશ ધાનાણી અંગે પૂછતાં તેમણે કહ્યું કે, પરેશ ભાઈ સામે ફોર્મ નથી ભર્યું.  ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે ફોર્મ ભર્યું છે. પરેશ ભાઈ સામે મારે કોઈ જ વાંધો નથી. તે મારા મોટા ભાઈ છે. મારા ગુરુ છે. 9 વર્ષ એના જોડે નોકરી કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT