સ્કૂલો સુધી પહોંચ્યું નશાનું કલ્ચર! વડોદરામાં ધો. 7ના વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે સ્કૂલ સુધી નશાનું કલ્ચર ઘુસી ગયું છે. વડોદરાની એક સ્કૂલમાં સાતમા ધોરણના વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી છે. બેગમાંથી દારૂની સાથે સિગારેટ પણ મળી હતી. ત્યારે અન્ય વાલીઓએ વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા મેનેજમેન્ટને રજૂઆત કરતા સ્કૂલે ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે.

વિદ્યાર્થીઓના બેગમાં દારૂ અને સિગારેટ હતા
ઘટનાની વિગતો મુજબ, વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂ મળ્યો હતો. ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળ્યા હતા. ઘટનાની જાણ અન્ય વાલીઓ સુધી પહોંચતા તેમણે સ્કૂલે પહોંચીને આ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેને પગલે સ્કૂલના સંચાલકે ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા હોવાની વાત સામે આવી રહી છે.

સ્કૂલના બાળકો સુધી નશાનું કલ્ચર પહોંચતા વાલીઓમાં ચિંતા
વડોદરામાં તાજેતરમાં જ સિંધરોટમાંથી ડ્રગ્સ બનાવતી આખે આખી ફેક્ટરી ઝડપાઈ હતી. ત્યારે હવે સ્કૂલના બાળકો સુધી નશાનું કલ્ચર પહોંચી જતા આ બાબત ખૂબ જ ચિંતાનજક કહી શકાય. આ વિદ્યાર્થીઓ દારૂની બોટલ અને સિગારેટ ક્યાંથી લાવ્યા તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે અન્ય બાળકોના વાલીઓએ આ દારૂ મળવા અંગે પોલીસને જાણ કરીને તે ક્યાંથી આવ્યો તેની તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરી છે. સાથે જ ચારેય બાળકોનું કાઉન્સેલિંગ પણ થવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT