એક વ્યક્તિ ડ્રિંક કરીને આખું રાજ્ય ચલાવી રહ્યા છે, અમિત શાહ સાંભળીને હસી પડ્યાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : પંજાબના ભટિંડાના સાંસદ શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કોર બાદલે મંગળવારે લોકસભામાં પંજાબમાં સીએમ ભગવંત માન પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભામાં નશીલી દવાઓની સમસ્યા અને સરકાર દ્વારા લેવાયેલા પગલાઓ અંગે ચર્ચા થઇ રહી હતી. પંજાબમાં ડ્રગ્સની સ્થિતિ અંગે માનને ઘેરતા હરસિમરત કોર બાદલે કહ્યું કે, 6 મહિના પહેલા આપણા પંજાબના મુખ્યમંત્રી ખુણામાં બેસતા હતા. જે પાર્લામેન્ટમાં 11 વાગ્યે નશાની હાલતમાં આવતા હતા. આજે તેઓ પંજાબ ચલાવી રહ્યા છે. 11 વાગ્યે શું ખાઇ-પીને આવતા હતા કે લોકો કહેતા કે અમારી સીટ બદલી આપો. જ્યારે બોલતા હતા, ત્યારે લોકો તેમને જઇને સુંઘતા હતા.

પંજાબના રસ્તાઓ પર લખેલું છે કે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઇવ
પંજાબના રસ્તાઓ પર લખેલું છે કે, ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઇવ પરંતુ પંજાબમાં ડ્રિંક કરીને આખી સરકારને એક વ્યક્તિ ડ્રાઇવ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ છે. ત્યાર બાદ બાદલે અરવિંદ કેજરીવાલની પણ ઝાટકણી કાઢી હતી. પંજાબની ચૂંટણી જીતવા માને પોતાની માતાની કસમ ખાધી કે હું દારૂને હાથ પણ નહી લગાવું. કેજરીવાલે કહ્યું કે, માને કેટલી મોટી કુર્બાની છે. તેઓ તો કુર્બાન થઇને મુખ્યમંત્રી બની ગયા પરંતુ 10 મહિનામાં અમારા પંજાબની સ્થિતિ ખુબ જ દયનીય થઇ છે.

બાદલની વાત ચાલી તેટલા સમય સુધી આખુ ગૃહ હસતું રહ્યું
જો કે બાદલ જ્યારે શાબ્દિક પ્રહારો કરી રહ્યા હતા ત્યારે સંસદ ભવનમાં હાજર મોટા ભાગના લોકો હસી પડ્યા હતા. અમિત શાહ પણ ખડખડાટ હસી પડ્યા હતા. તેઓ જ્યાં સુધી બાદલ અંગે બોલતા રહ્યા તેટલો સમય અમિત શાહ પણ ખડખડાટ હસી રહ્યા હતા. આખુ ગૃહ ખડખડાટ હસી રહ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT