જામનગરના ડો.હેનલ ભટ્ટે દુનિયાભરમાં વગાડ્યો ગુજરાતનો ડંકો, USએ ખાસ વિઝા આપી ત્યાં બોલાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર: જામનગરના મહિલા વૈજ્ઞાનિકે ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ચંદ્રની ખડકો પર સંશોધન કરીને પી.એચ.ડી કરનારા ડો. હેનલ ભટ્ટ NASAની રિસર્ચ ટીમમાં જોડાશે. ન્યૂયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા વિશ્વના ટોચના પી.એચ.ડી રીસર્ચરોને પસંદ કરતા હોય છે, જેમાં જામનગરના અવકાશ વૈજ્ઞાનિક હેનલ ભટ્ટની જિયોલોજીકલ સાયન્સમાં પસંદગી કરવામાં આવી છે.

ચંદ્રયાન 2.0 મિશનમાં જોડાયા હતા ડો. હેનલ ભટ્ટ
જામનગરના ડો. હેનલ ભટ્ટ અગાઉ ચંદ્રયાન 2.0 મિશનમાં જોડાયેલા હતા. તેમણે ગુજરાત યુનિ.માંથી MSc અને પ્લેનેટરી જીઓલોજીમાં પી.એચ.ડી કર્યું છે. ઈસરોના સંયોજનથી તેમણે ચંદ્રના સૌથી મોટા 400 કિલોમીટર લાંબા અને 2 કિલોમીટર ઊંચા જ્વાળામુખી પર રીસર્ચ કર્યું હતું. જેમાં જ્વાળામુખી કેમ બન્યો, કઈ સ્થિતિમાં છે, આ વિસ્તારના ચંદ્રના પેટાળમાં બીજું શું છે, ભૂ ભાગમાં બીજું શું મળી શકે છે તેનું તેમણે સંશોધન કર્યું હતું.

ચંદ્રની રિસર્ચમાં શું સામે આવ્યું?
તેમની રિસર્ચમાં ચંદ્ર પર મેગ્નેસિયમ, આયર્ન, ટીટેનિયમ, ઓક્સિજન જેવા રીસોર્સીસ હોવાનું સામે આવ્યું હતું. ચંદ્ર પર ઉલ્કાપાત થતા 500થી 2,500 કિમી સુધીના ખાડા પડ્યાં છે અને જમીનની નીચેના ભાગમાં પ્રેશર આવવાથી મેગ્નેશિયમ, આયર્ન ઘન સ્વરૂપે બહાર નિકળતા તેમાં કાળા ડાધ દેખાય છે. ઉપરાંત ચંદ્ર પર 176 ડુંગરો પણ છે.

ADVERTISEMENT

જાન્યુઆરી 2023માં જશે ન્યૂયોર્ક
નોંધનીય છે કે ડો. હેનલ ભટ્ટ ખાસ એક્સચેન્જ વિઝિટર વિઝાથી મહત્વના સંશોધન માટે જાન્યુઆરી 2023માં ન્યૂયોર્ક પહોંચશે. ન્યૂયોર્કમાં સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા ખાસ ગાઈડ સાથે એક નવું સંશોધન તેમને સોંપવામાં આવશે. જેનાથી ભારત સહિત અન્ય દેશોને પણ તે ઉપયોગી થશે.

    follow whatsapp

    ADVERTISEMENT