રાજકોટ પશ્ચિમ બેઠકનો રાજકારણમાં દબદબો, જાણો આ બેઠકનો રાજકીય ઇતિહાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સત્તા વનવાસ પર રહેલ કોંગ્રેસ ફરી સત્તા પર આવવા તલ પાપડ થઇ રહી છે ત્યારે ભાજપ હવે 150થી વધુ સીટ મેળવવાના પ્રયાસો કરી રહી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આવવાથી મતોનું વિભાજન થશે. ગુજરાતના ઇતિહાસમાં જોવા જઈએ તો જયારે પણ ત્રીજો મોરચો સક્રિય થયો છે ત્યારે કોંગ્રેસને નુકશાન થયું છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ચૂંટણી મેદાને ઉતારવાથી કોના મત તૂટશે તે તો જનતા જ મત દ્વારા જણાવી શકશે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠકનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આ બેઠકે 2 મુખ્યમંત્રી આપ્યા જેમાંથી એક હાલ વડાપ્રધાન છે. ત્યારે ભાજપ માટે આ સેફ સીટ માનવામાં આવે છે. પરંતુ રાજકારણના માનવામાં આવેલું અને પરિણામ ઘણા વિપરીત જોવા મળતા હોય છે.

ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભાની બેઠક છે. રાજકોટ જિલ્લો ગુજરાતના રાજકારણમાં ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર નેતા આગળ જતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ બન્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક ગુજરાતના રાજકારણમાં ખુબજ ચર્ચામાં રહી છે. વર્ષ 2002માં નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા આ બેઠક પર કુલ 7 વખત ચૂંટણી જીત્યા છે જયારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠક પરથી 2 વખત ચૂંટણી જીતી ચુક્યા છે. ભાજપના આ ગઢ ગણાતી બેઠક પહેલા રાજકોટ -2 બેઠક ગણાતી હતી વર્ષ 2012થી આ બેઠકને રાજકોટ – પશ્ચિમ બેઠક તરીકે નામાંકન કરવામાં આવ્યું.

2017નું સમીકરણ
રાજકોટ પશ્ચિમ બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામાં જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી મેદાને હતા અને તેમને ટક્કર આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ મેદાને ઉતર્યા હતા. વર્ષ 2017ના ચૂંટણી પરિણામની વાત કરવામાં આવે તો આ બેઠક પર 67.68 % મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર વિજય રૂપાણીને કુલ મતદાનના 60.67% એટલેકે 1,31,586 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને 35.89% મત મળ્યા હતા. આમ વિજય રૂપાણીએ આ બેઠક જીતી હતી. વિજય રૂપાણી ફરી મુખ્યમંત્રી બન્યા હતા.

ADVERTISEMENT

આ કારણે બેઠક છે ચર્ચામાં
વર્ષ 2021માં મુખ્યમંત્રી પદ્દ પરથી વિજય રૂપાણીએ રાજીનામુ આપી દીધું હતું અને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. વિજય રૂપાણીની કેબિનેટના એક પણ મિનિસ્ટરને રિપીટ કરવામાં આવ્યા ન હતા આ ઉપરાંત વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો અણબનાવ ઘણી વખત સામે આવી ચુક્યો છે. ત્યારે આ બેઠક પર રૂપાણીએ ચૂંટણી લડવાની સામે આવી ના કહી છે.

મતદારનો અલગ જ મિજાજ
આ બેઠક પરના ઈતિહાસ પરથી એવું કહી શકાય કે, આ વિસ્તારની પ્રજા જ્ઞાતિ, જાતિ અને ધર્મને હાંસિયામાં રાખીને માત્ર સત્તા પર રહેલા પક્ષને ધ્યાને લે છે.

ADVERTISEMENT

જ્ઞાતિનું સમીકરણ
રાજકોટ પશ્ચિમ બેઠક પર કુલ 353947 મતદારો છે. આ બેઠક પર પાટીદારોના સૌથી વધુ 72,000 મતદારો છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદારો છે. પાટીદારો ઉપરાંત બ્રાહ્મણ મતદારો 44 હજાર, વણિક સમાજના 30 હજાર અને લોહાણા મતદારો 24 હજાર છે.

ADVERTISEMENT

મતદાર
રાજકોટ પશ્ચિમ બેઠક પર કુલ 353947 મતદારો છે.જેમાંથી 1,79,559 પુરુષ મતદાર છે. જ્યારે 1,74, 382 સ્ત્રી મતદાર છે. આ ઉપરાંત 6 અન્ય મતદાર છે.

આ બેઠકનું રાજકીય મહત્વ વધુ
આ જ બેઠકને ધ્યાને લઈને વાત કરવામાં આવે તો સ્વ. અરવિંદ મણિયાર એ પછી વજુભાઈ વાળા, છેલ્લી બે ટર્મથી વિજય રૂપાણીને સૌથી વધારે મત મળતા રાજકોટ શહેરના રાજકીય ઈતિહાસમાં રેકોર્ડ બન્યો હતો. રાજકોટથી જ હાલ વડાપ્રધાન પદે રહેલા નરેન્દ્ર મોદીએ રાજનીતિના રણમેદાનમાં એન્ટ્રી કરી હતી. એ સમયે વજુભાઈ એ પોતાની બેઠક ખાલી કરતા નરેન્દ્ર મોદી એ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ વખત વિધાનસભાના દ્વાર સુધી પહોંચ્યા હતા.

ગાંધીનગરમાં આ બેઠકનો દબદબો
જ્ઞાતિ-જાતિના પ્રચાર કરતા પક્ષની મજબુતી આ બેઠક પર વધારે છે. સૌથી ખાસ અને નોંધવા જેવી વાત એ છે કે, આ બેઠક પરથી જે કોઈ વિજેતા થયું એને સરકારમાં મોટું સ્થાન મળ્યું છે. એટલું જ નહીં મહત્ત્વના ખાતા મળતા મોટું કદ પણ પ્રાપ્ત થયેલું છે. જેમ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી અને વજુભાઈ વાળા,અરવિંદ મણિયાર.

ભાજપનો ગઢ છે આ બેઠક
આ બેઠકના મતદારો ભાજપની તરફેણમાં છે. તેથી આ બેઠક પર ભાજપની મજબૂત પકડ છે. રાજકોટ પશ્ચિમ તરીકે ઓળખાતી વિધાનસભા બેઠક-69માં ભાજપે આંતરિક સંતુલન જાળવવું પડશે. જોકે આ બેઠક ભાજપ માટે રાજ્યની સૌથી સુરક્ષિત બેઠકોમાંથી એક માનવામાં આવે છે. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ સૌથી સુરક્ષિત વિધાનસભા બેઠકની શોધમાં હતા. આ પછી તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને મોદી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા. ઉલ્લેખનીય છે કે રાજકોટ પશ્ચિમ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે.

વર્ષ 2022ની ચૂંટણીના યોદ્ધાઓ
આ બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ મેદાને ઊતાર્યા છે. જેઓ રાજકોટના ડે. મેયર તરીકે પણ રહ્યા હતા. જ્યારે કોંગ્રેસે મનુભાઈ કાલરીયાને મેદાને ઉતાર્યા છે. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે આમ આદમી પાર્ટીએ દિનેશ જોશીને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.

  • ભાજપ- ડૉ. દર્શિતા શાહ
  • કોંગ્રેસ- મનુભાઈ કાલરીયા
  • આપ- દિનેશભાઇ જોશી
  • બસપા- સવસાણી ચમનભાઈ
  • અપક્ષ- કીર્તિકુમાર મારવણીયા
  • અપક્ષ- પટોલીયા ભુપેન્દ્રભાઇ
  • અપક્ષ- મેહુલ નથવાણી
  • અપક્ષ- ગોવિંદ વેગડા
  • અપક્ષ- નરેન્દ્ર સોની
  • લૉગ પાર્ટી- પ્રફુલ્લાબેન શિયાળીયા
  • અપક્ષ- પ્રશાંત મારુ
  • અપક્ષ- દેંગડા પ્રવીણભાઈ

આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે

  • 1967 – સ્વતંત્ર પક્ષના ઉમેદવાર એમ.પી. જાડેજા વિજેતા થયા.
  • 1972- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા વિજેતા થયા
  • 1975- ભારતીય જન સંઘના ઉમેદવાર અરવિંદ મણિયાર વિજેતા થયા
  • 1980- કોંગ્રેસ (આઈ ) ના ઉમેદવાર મણીભાઈ રાણપરા વિજેતા થયા
  • 1985- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
  • 1990- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
  • 1995- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
  • 1998- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
  • 2002- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
  • 2002 પેટા ચૂંટણી – ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિજેતા થયા.
  • 2007- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
  • 2012- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
  • 2014- પેટા ચૂંટણી- ભાજપના ઉમેદવાર વિજય રૂપાણી વિજેતા થયા
  • 2017- ભાજપના ઉમેદવાર વિજય રૂપાણી વિજેતા થયા

    follow whatsapp

    ADVERTISEMENT