ભૂપેન્દ્ર પટેલ સરકારમાં OBC સમાજનો દબદબો, જાણો કયા સમાજનું કેટલું વર્ચસ્વ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત માં આજે ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ સરકારનું શાસન સહૃ થઈ ચૂક્યું છે. આજે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા છે. તેમની સાથે 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા માટે અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. જો જ્ઞાતિના વર્ચસ્વ મુજબ જોવામાં આવે તો OBC સમાજનું વધુ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની વાત કરવામાં આવે તો મંત્રીમંડળની વાત કરવામાં આવે તો ઓબીસી સમાજનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. જ્યારે પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો  મુખ્યમંત્રી સહિત 4 પાટીદારને સ્થાન મળ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેષ પટેલ, રાઘવજી પટેલ અને પ્રફૂલ પાનસેરીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓબીસી સમાજનો દબદબો
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 7 ઓબીસી ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, પરસોત્તમ સોલંકી, ભીખુસિંહ પરમાર, મુકેશ જીણાભાઈ પટેલ, બચુ ખાવડ અને જગદીશ વિશ્વકર્મા સામેલ છે.આ ઉપરાંત 2 આદિવાસી ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જેમાં કુબેરભાઈ ડિંડોર અને કુંવરજી હળપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક બ્રાહ્મણ કનુભાઈ દેસાઈ, એક ક્ષત્રિય બળવંત સિંહ રાજપૂત, એક દલિત ભાનુબેન બાબરીયા અને એક જૈન હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

મંત્રીનું નામ બેઠક- જિલ્લા જ્ઞાતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાડલોડિયા- અમદાવાદ પાટીદાર
ઋષિકેશ પટેલ વિસનગર- મહેસાણા કડવાપાટીદાર
કનુભાઇ દેસાઇ પારડી- વલસાડ બ્રાહ્મણ
બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર- પાટણ ક્ષત્રિય
રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય- જામનગર લેઉવા પાટીદાર
કુંવરજી બાવળીયા જસદણ- રાજકોટ કોળી- ઓબીસી
ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્ય દલિત
મુુળુભાઇ બેરા ખંભાળીયા-દ્વારકા આહીર- ઓબીસી
કુબેરભાઇ ડિંડોર સંતરામપુર- મહીસાગર આદિવાસી
હર્ષ સંઘવી મજૂરા- સુરત જૈન
જગદીશ વિશ્વકર્મા નિકોલ- અમદાવાદ ઓબીસી
પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય- ભાવનગર કોળી- ઓબીસી
બચુભાઇ ખાબડ દેવગઢ બારિયા- દાહોદ ઓબીસી
મુકેશભાઇ પટેલ ઓલપાડ- સુરત કોળી પટેલ ઓબીસી
પ્રફૂલ પાનસેરીયા કામરેજ- સુરત લેઉવા પાટીદાર
ભીખુસિંહ પરમાર મોડાસા- અરવલ્લી ઓબીસી
કુંવરજી હળપતિ માંડવી- તાપી આદિવાસી

    follow whatsapp

    ADVERTISEMENT