IPL 2023: આજે મુંબઈ-લખનૌ વચ્ચે ‘કરો યા મરો’નો જંગ, રોહિત લઈ શકશે બદલો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સને પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રને પરાજય આપ્યો હતો.

મુંબઈની નજર છઠ્ઠા આઈપીએલ ટાઈટલ પર
મુંબઈની ટીમ છેલ્લી આઈપીએલ સિઝનમાં છેલ્લા સ્થાને રહી હતી. ત્યારબાદ તેણે વર્ષે 2023માં વાપસી કરી છે. અને પ્લે-ઓફમાં જગ્યા બનાવી હતી. ગુજરાત ટાઇટન્સે પણ મુંબઈને પ્લેઓફમાં પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી. જેણે રોહિત બ્રિગેડનું પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરવા માટે છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને હરાવી હતી. હવે મુંબઈની નજર તેના છઠ્ઠા આઈપીએલ ટાઈટલ પર ટકેલી છે.

બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સને ગત સિઝનમાં એલિમિનેટરમાં આરસીબી સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને આ વખતે ટીમ આગળ વધવા માંગશે. કેપ્ટન કેએલ રાહુલની ગેરહાજરી છતાં લખનૌનું સંતુલન અકબંધ છે. કૃણાલ પંડ્યાએ વિકલ્પોનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે અને તે IPLની સૌથી સફળ ટીમ સામે લડત આપે તેવી આપેક્ષા છે.

ADVERTISEMENT

મુંબઈના બેટ્સમેનો શાનદાર ફોર્મમાં
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં તેઓ આત્મવિશ્વાસ સાથે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઉતરશે. મુંબઈ માટે છેલ્લી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવ (511 રન, એક સદી, ચાર અડધી સદી), ઓપનર ઈશાન કિશન (439), ગ્રીન (381) અને કેપ્ટન રોહિત (313) ખૂબ જ મજબૂત રહેશે. મુંબઈના બેટ્સમેનોએ પકડ જમાવી રાખી છે. આવી સ્થિતિમાં સુપર જાયન્ટ્સના બોલરોનો રસ્તો સરળ નથી.

14 મેચમાં 16 વિકેટ સાથે ટીમના સૌથી સફળ બોલર રહેલા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ જો લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈના બેટ્સમેનોને રોકવા હશે તો મોટી ભૂમિકા ભજવવી પડશે. નવીન-ઉલ-હક, અવેશ ખાન, કૃણાલ અને અનુભવી અમિત મિશ્રા જેવા બોલરોએ પણ વધુ યોગદાન આપવું પડશે. જસપ્રિત બુમરાહ અને જોફ્રા આર્ચરની ગેરહાજરી મુંબઈને અનુભવાઈ શકે છે. આ ગેરહાજરીનો ફાયદો સુપર જાયન્ટ્સ લેવા ઈચ્છશે.

ADVERTISEMENT

સ્ટોઇનિસ-પુરાન પાસેથી વધુ આશા
કેએલ રાહુલની ગેરહાજરી છતાં સુપર જાયન્ટ્સના બેટ્સમેનોએ અસરકારક પ્રદર્શન કર્યું છે. માર્કસ સ્ટોઇનિસ (14 મેચમાં 368 રન) બીજા તબક્કામાં સારા ટચમાં જોવા મળ્યા હતા, જ્યારે કાયલ મેયર્સ (361) અને નિકોલસ પૂરન (358)ની વેસ્ટ ઇન્ડીઝની જોડીએ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ચેપોકની સંભવતઃ ધીમી પીચ પર તેનું પ્રદર્શન ટીમની સફળતા માટે નિર્ણાયક રહેશે. બોલિંગમાં, મુંબઈને અનુભવી પીયૂષ ચાવલા પાસેથી ઘણી આશાઓ હશે, જે 20 વિકેટ સાથે ટીમનો અત્યાર સુધીનો સૌથી સફળ બોલર છે. જેસન બેહરેનડોર્ફ (14 વિકેટ)ને પણ જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેણે પ્રભાવિત કર્યો છે.

ADVERTISEMENT

મુંબઈ લખનૌ સામે પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે
IPLના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ છે, જેમાં માત્ર લખનૌનો જ વિજય થયો છે. IPL 2022 દરમિયાન જ્યારે બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી, ત્યારે KL રાહુલની સદીના કારણે લખનૌએ મુંબઈને 18 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ રિવર્સ મેચમાં પણ કેએલ રાહુલે સદી ફટકારીને લખનૌને 36 રને જીત અપાવી હતી. ત્યારબાદ ચાલુ સિઝનમાં લખનૌએ મુંબઈ સામે પાંચ રનથી જીત મેળવીને વિજયી હેટ્રિક નોંધાવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT