આજે દિવાળીએ શેરબજારમાં એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ, આની ખાસ પરંપરા વિશે જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ શેર બજારમાં આજે દિવાળી નિમિત્તે રજા રહેશે, પરંતુ ઈન્વેસ્ટરને રજાના દિવસે પણ એક દિવસ માટે ટ્રેડિંગ કરવાની તક મળશે. જી હાં, સ્ટોક માર્કેટમાં દિવાળીના તહેવારે પણ મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા છે, જેના અંતર્ગત એક કલાક માટે માર્કેટને ઓપન કરાય છે. આ એક પરંપરાના ભાગ રૂપે લાંબા સમયગાળાથી ચાલ્યું આવે છે.

મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા વિશે જાણો
દિવાળીનો તહેવાર હિન્દુ નવ વર્ષ કેલેન્ડરની શરૂઆતનો પ્રતિક સમાન છે. સમગ્ર ભારતમાં આ ઉત્સવને ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યના સ્વાગત માટે સૌથી શુભ સમય ગણવામાં આવે છે. તેવામાં શેર બજાર ઈન્વેસ્ટર્સ પણ આ દિવસને રોકાણ કરવાની શરૂઆત માટે અત્યંત ખાસ ગણે છે અને એક કલાકના મુહૂર્ત ટ્રેડિંગમાં દાવ લગાવતા હોય છે. રોકાણકારોનું માનીએ તો આ દિવસ ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો આખુ વર્ષ ફાયદો થાય છે. આ ધારણાના કારણે વર્ષોથી શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા ચાલતી આવે છે.

જાણો શેર માર્કેટ ક્યારે ખુલશે
સ્ટોક એક્સચેંજ દિવાળીની રજાના દિવસે સોમવારે 24 ઓક્ટોબર 2022એ સાંજે 6.15 વાગ્યાથી 7.15 વાગ્યા સુધી એક કલાક માટે વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ માટે ખુલશે. બ્લોક ડીલ સેશન 5.45 વાગ્યાથી 6 વાગ્યા સુધી રહેશે, જ્યારે પ્રી-ઓપનિંગ સેશન સાંજે 6 વાગ્યાથી 6.08 વાગ્યા સુધી રહેશે. જૂના આંકડાઓ પર નજર કરીએ તો શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન જોરદાર તેજી જોવા મળતી આવી છે. આ વખતે પણ આશા છે કે આ વિશેષ ટ્રેડિંગમાં સેંસેક્સ 60 હજારને પાર પહોંચી જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT