ધ્રોલ-લતીપુર હાઇવે બન્યો કાળ, અકસ્માતમાં ત્રણ મિત્રોએ ગુમાવ્યો જીવ એકની હાલત ગંભીર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર, જામનગર: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અકસ્માત હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન ધ્રોલમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગરના ધ્રોલ તાલુકાના લતીપુર રોડ પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળેજ મોત નીપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો છે.

જામનગર નજીક ધ્રોલ હાઇવે રોડ પર ગોકુળ પર ગામના પાટીયા પાસે ગઈ રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક સાથે 3 મિત્રોના મૃત્યુ થયા છે. જ્યારે એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તને સારવાર માટે જામનગર ખસેડાયો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રોલ- લતીપુર હાઇવે રોડ પર ગોકુળ પર ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ વેગે આવી રહેલી આઈસર મીની ટ્રકના ચાલકે કારને ઠોકર મારી કચડી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લાલજીભાઈ ગોગરા, જયદેવસિંહ જાડેજા, અને યુવરાજસિંહ જાડેજા ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે  વિક્રમસિંહ ઈશ્વરસિંહ જાડેજાને ઈજા થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 25 દિવસ ચાલશે, જાણો ક્યારે થશે શરૂ અને કેટલી બેઠકો મળશે

ભજન સાંભળવા આવ્યા હતા ચારે મિત્રો 
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામનો વતની લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરા ઉપરાંત જોડિયા તાલુકાના ટીંબડી ગામનો વતની જયદેવસિંહ જાડેજા, ઉપરાંત તેજ ગામના યુવરાજસિંહ જગતસિંહ જાડેજા અને વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા કે જે ચારેય મિત્રો ગઈકાલે રાત્રે ધ્રોળ નજીક ભજન સાંભળવા માટે આવ્યા હતા. અને ત્યાંથી પરત ફરી રહ્યાં હતા એ સમયે આ અકસ્માત થયો હતો.

ADVERTISEMENT

મૃતકોના નામ 
લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરા
જયદેવસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
યુવરાજસિંહ જગતસિંહ જાડેજા

ADVERTISEMENT

ઇજાગ્રસ્ત 
વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT