ધાનેરા નગરપાલિકાએ બીલ ન ભરતા લાઈટ કનેક્શન કપાયું, તાત્કાલિક કરવો પડ્યો આ ઉપાય !

ADVERTISEMENT

gujarattak
social share
google news
ધનેશ પરમાર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની મુખ્ય પાલનપુર,ડીસા,ધાનેરા જેવી નગરપાલિકાઓમાં વેરા વસૂલાતમાં કર્મચારીઓ નિષ્ક્રિય રહેતાં,અને વેરો ભરવામાં નાગરિકો ઉદાસીનતા દાખવતા અહી વર્ષે દહાડે આ નગરપાલિકાઓનાં કરોડના વીજ બિલ ચઢી જાય છે. ત્યારે વીજ વિભાગે કડક વસુલાતનો અભિગમ ધરાવી ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. જેનાથી ધાનેરા નગરપાલિકા અંધારપટ છવાયો છે.
વીજ વિભાગની દેવાદાર ગણાતી ધાનેરા નગરપાલિકા પાસે વીજળીના બાકી પેટે 2 કરોડ 60 લાખ માંગે છે. ત્યારે પાલિકા તંત્ર બાકી બિલ ન ભરતાં વીજ વિભાગે નગરપાલિકાનું લાઇટ કનેક્શન કાપ્યું છે.
ધાનેરા પાલિકામાં અફરાતફરીનો માહોલ 
ધાનેરા નગરપાલિકાની કચેરી,સ્ટ્રીટ લાઈટ,તેમજ પીવાના પાણીનાં બોરનું મસમોટું બિલ વીજ વિભાગને ચૂકવવામાં પાલિકા નિષ્ફળ નીવડતાં આખરી ઉપાયે વીજ વિભાગે કનેક્શન કાપી નાંખ્યું છે. જેના કારણે પાલિકાની કચેરીમાં અંધારપટ છવયો હતો. આ સાથે કમ્પ્યુટર બંધ થતા તમામ ઓફિશિયલ કાર્યો અટવાયા હતા. શનિવારના રોજ ચાલુ કામકાજના દિનલે અહી અંધારુ થતા નાગરિકો પણ હેરાનપરેશાન થયા હતા. તો બીજા દિવસે રવિવારે રજાના દિવસે કચેરી બંધ હોય જેથી નાગરિકોના બે દિવસ ન બગડે અને પાલિકાનું કામ પણ અટવાય નહીં માટે પાલિકાએ તાત્કાલિક જનરેટરની વ્યવસ્થા કરી હતી.
બીલ ન ભરાય તો હેરાનગતિ થશે 
જોકે વીજ વિભાગના સુત્રોનું માનીએ તો બિલ ભરપાઈ થશે નહિ તો પ્રથમ તબક્કા બાદમાં બીજા તબક્કાની કાર્યવાહીમાં પાલિકાના અન્ય વીજ કનેક્શન પણ કપાસે તેવું જણાવ્યું હતું. હવે જો બીલ ભરપાઈ કરવામાં વિલંબ થાય તો પાલિકાના મહત્વના કામો તો અટવાય જ પણ નાગરિકોના કામો પણ અટવાય સાથે તેમના સમયનો બગાડ પણ થાય. જો કે પાલિકા દ્વારા ક્યેરા આ બીલની ભરપાઈ કરવામાં આવશે તેવી કોઈ વિગતો આપવામાં આવી નથી.

આ પણ વાંચો: કુંવરજી બાવળીયાની શાળામાં 15 વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત, જાણો શું છે ઘટના

પાલિકા ધ્યાન ન આપે તો કડક કાર્યાવહી થાયમાર્ચ મહિનો નજીક આવી રહ્યો છે એટલે તમામ કચેરીઓ પોતાના બાકી નીકળતા એરિયર્સને લઈને કાર્યવાહી કરતી હોય છે. તેમાં PGVCLએ પણ વોટર વર્ક્સ કાપીને કડક કાર્યવાહી કરી છે. કારણ કે તેમના દ્વારા નોટિસો આપીને સમય-સમય પર ફોલોઅપ લેવામાં આવતુ હોય છે પરંતુ જો પાલિકા દ્વારા કોઈ પગલુ લેવામાં ન આવે ત્યારે આ પ્રકારની કડક કાર્યવાહી કરવાની ફરજ પડતી હોય છે. જો કે આ તમામ બાબતો ભોગ બીચારી જનતાને બનવુ પડતુ હોય છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT