ઉંઢેલામાં ગરબામાં પથ્થરમારો કરનારાને જાહેરમાં ફટકારનારા પોલીસ સામે DGPએ આપ્યા તપાસના આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખેડા: ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ઉંઢેલા ગામમાં નવરાત્રીના ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કેટલાક તોફાનીઓને જાહેરમાં ફટકાર્યા હતા અને માફી મગાવી હતી. આ મામલે હવે માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટીના ગુજરાત કન્વીનર મુજાહીદ નફીસે એડવોકેટ યાજ્ઞિક મલિક દ્વારા ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરી, ગુજરાતના DGP તથા ખેડાના SPને નોટિસ મોકલી છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાની માગણી કરી છે.

પોલીસે જાહેરમાં લાકડીથી તોફાનીઓને ફટકાર્યા હતા
નવરાત્રીની આઠમે ઉંઢેલા ગામમાં ગરબા રમવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં કેટલાક લોકોએ ગરબા રમતી મહિલાઓ પર પથ્થરમારો કર્યો હતો જેમાં 6 જેટલી મહિલાઓને ઈજા પહોંચી ગતી. જે બાદ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરીને તેમને વીજળીના થાંભલા સાથે બાંધીને લાકડીથી માર મારવામાં આવ્યો હતો તથા જાહેરમાં લોકો પાસે માફી માગવા મજબૂર કરાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

DGPએ વીડિયો વાઈરલ થતા તપાસના આદેશ આપ્યા
એવામાં હવે સમગ્ર ઘટનાને લઈને DGP આશિષ ભાટીયાએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની તપાસ કપડવંજ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક વી.એન સોલંકીને સોંપવામાં આવી છે. DGPએ કહ્યું હતું કે, અમે વીડિયોમાં દેખાતા પોલીકર્મીઓની તપાસના આદેશ આપ્યા છે, ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: સૌરભ વક્તાનિયા)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT