‘મને જેલમાં પૂરી દો પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરો’, રાજસ્થાનથી આવેલા માઈભક્તે ઠાલવ્યો રોષ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત/અંબાજી: શક્તિપીઠ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાતા ભક્તોમાં વિરોધની લાગણી જોવા મળી છે. જે બાદ ભક્તોમાં ભારે રોષ હોવાથી તેઓએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે આજે સતત બીજા દિવસે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી ચાલું કરવા રાજસ્થાનના સિરોહીથી આવેલા માઇ ભક્તે વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે, મને જેલમાં પૂરી દો પણ મોહનથાળાનો પ્રસાદ ચાલુ કરો.

ચીકીનો પ્રસાદ પાછો આપી મોહનથાળની માગણી
અંબાજી મંદિર ખાતે વર્ષોથી આવતા માઈ ભક્ત ભવાનીશંકર પંડ્યા જ્યારે જ્યારે અંબાજી મંદિર આવતા હતા ત્યારે ત્યારે તેઓ મોહનથાળના પ્રસાદના પેકેટો લઈ જતા હતા. આજે તેઓ અંબાજી મંદિરમાં 100 કરતાં વધુ પ્રસાદના પેકેટ લેવા આવ્યા હતા ત્યારે તેઓ ભારે દુઃખી થયા હતા અને જણાવ્યું હતું કે, મને ચીકીનો પ્રસાદ જોઈતો નથી. ચીકી તો દરેક ગામમાં અને ગલ્લા પર મળે છે. અંબાજી મંદિરમાં હાલમાં ચીકીના વેચાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભક્તો હજુ પણ મોહનથાળના પ્રસાદની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: નકલી PSI કાંડમાં મોટી કાર્યવાહી, કરાઈ એકેડમીમાંથી એક સાથે PI-ADI કક્ષાના આટલા અધિકારીઓ સસ્પેન્ડ

ADVERTISEMENT

‘ચારધામમાં પણ પરંપરા મુજબ પ્રસાદ મળી રહ્યો છે’
ત્યારે આજે શિરોહી જિલ્લાનાથી આવેલા ભવાનીશંકર કાશીરામ પંડ્યાએ જણાવ્યું હતું કે, ચારધામમાં પણ પ્રસાદ મળી રહ્યો છે. દેશના અને ગુજરાતના વિવિધ શક્તિપીઠોમાં પણ પ્રસાદ જુની પરંપરા મુજબ મળી રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે કેમ મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે, તે મને સમજાતું નથી. મારી મુખ્ય માગણી એ છે કે ગમે તે હાલતમાં ટ્રસ્ટીઓએ મોહન પ્રસાદ ચાલુ કરવો જોઈએ. મારી મુખ્ય માગણીએ છે કે જેને પણ આ નિર્ણય લીધો છે મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો તે નિર્ણય ખોટો છે. તાત્કાલિક ધોરણે અંબાજી મંદિરમાં મોહન પ્રસાદ ચાલુ કરવામાં આવે. અંબાજી મંદિરમાં અલગ અલગ જગ્યાથી આવેલા ભક્તો પણ મોહન થાળનો પ્રસાદ ચાલુ કરવા માટેની માંગ કરતા જોવા મળ્યા હતા.

અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલનની ચીમકી
હિન્દુ હિત રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગામ લોકો બે દિવસ પહેલા મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ ચીમકી આપી કે, અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ અમે તમામ પ્રકારે વિરોધ દર્શાવીશું. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ કરવા હિન્દુ હિત રક્ષા સમિતિએ પ્રબળ માંગ કરી છે. પ્રસાદ ફરી ચાલુ નહીં થાય તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. ધારાસભ્યો પણ કહી રહ્યાં છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ મળવો જોઈએ.

ADVERTISEMENT

આ પણ વાંચો: ડાકોર જતા માર્ગો પર ભક્તોનું ઘોડાપુર, 2100થી વધુ પોલીસકર્મીઓ તહેનાત, STએ 435 વધારાની બસો ફાળવી

ADVERTISEMENT

જાણો શું છે મામલો?
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી મંદિરમાં આવેલા ભેટ કાઉન્ટર ઉપરથી મોહનથાળનો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા હતા અને અંબાજી મંદિર ની ઓળખ મોહનથાળની પ્રસાદ હતી. પરંતુ 3 માર્ચના બપોરે અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ સ્ટોક ખાલી થઈ જતા હવેથી ભક્તોને અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ મળશે નહીં પણ તેની જગ્યાએ ચીકીનો પ્રસાદ ભક્તોને મળશે.3 માર્ચના સાંજે આરતી પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખાતે અમદાવાદ અને વડોદરા થી આવેલા ભક્તોએ ભેટ કાઉન્ટર ઉપરથી પ્રસાદ માટે પાવતી લીધી હતી. અને ત્યારબાદ તેમને ચીકીનો પ્રસાદ મળ્યો હતો. આ માઈ ભક્તો ચીકી લઈને મંદિર પરિસરમાં માતાજીની ગાદી પર ગયા ત્યારે ત્યાં અહી આગળ મોહનથાળ નો પ્રસાદ મળતો હતો આ જોઈને માઈ ભક્તો પરત અંબાજી મંદિર ભેટ કાઉન્ટર પર આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

અંબાજી મંદિરની આગવી ઓળખ મોહન થાળનો પ્રસાદ
અંબાજી મંદિર ખાતે વર્ષોથી પ્રસાદ તરીકે મોહનથાળ નો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદ અંબાજી મંદિરમાં જેવો બને છે તેવો પ્રસાદ કોઈપણ જગ્યાએ બનતો નથી. 3 માર્ચે અંબાજી મંદિર પરિસરમાં આવેલા ભક્તોએ ફરીથી મોહનથાળ નો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરી હતી તો બીજી તરફ સાંજની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ ભેટ કાઉન્ટર પર હોબાળો પણ બચાવ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT