અંબાજી પહોંચેલા મનીષ સિસોદિયાની સામે જ ભક્તોએ મોદી-મોદીના નારા લગાાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે નવરાત્રિના પ્રથમ નોરતે તેઓ અંબાજીએ મા અંબાના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેઓ પહોંચતા જ મા અંબાના દર્શન માટે લાઈનમાં ઊભેલા ભક્તોએ મનીષ સિસોદિયાની હાજરીમાં મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.

પહેલા નોરતે મા અંબાના આશીર્વાદ લીધી
આજથી શરૂ થતા નવરાત્રિના પર્વના પહેલા નોરતે દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયા મા અંબાના આશીર્વાદ લેવા માટે અંબાજી ખાતે પહોંચ્યા હતા. તેમણે માતાજીના દર્શન કર્યા બાદ શક્તિપીઠની માહિતી મેળવી હતી. આ દરમિયાન બીજી તરફ લાઈનમાં ઊભેલા ભક્તોએ મોદી-મોદી અને હર હર મોદી, ઘર ઘર મોદીના નારા લગાવ્યા હતા.

ADVERTISEMENT

6 દિવસના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ
જણાવી દઈએ કે, 21મી સપ્ટેમ્બરથી મનીષ સિસોદિયા ઉત્તર ગુજરાતમાં ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રા શરૂ કરાવી હતી. આજે તેમની પરિવર્તન યાત્રાનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન તેમણે 6 જિલ્લાઓમાં 15 જેટલી વિધાનસભા બેઠકો પર યાત્રા નીકળી રહી છે. જ્યાં તેઓ લોકો સાથે સંવાદ અને રેલી કરીને જનસભાને સંબોધી રહ્યા છે.

ચૂંટણી પહેલા પૂરજોશમાં AAP એક્શનમાં
નોંધનીય છે કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ જંપલાવી રહી છે. ત્યારે ચૂંટણી પૂર્વે મતદારોને આકર્ષવા માટે AAP દ્વારા ભરપૂર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT