ગુજરાતનું રાજકારણ ગરમાયું: Gopal Italia ની અટકાયત? જાણો શું છે વિવાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે  હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સતત વિવાદમાં રહ્યા છે. ત્યારે  બે દિવસ પેહેલા ભાજપનાં માણસોએ આપના દલિત સમાજનાં રમેશભાઈ પરમાર અને કાઠી સમાજનાં ભગુભાઈ બોરીચા પર થયેલ હુમલા બાબત પોલિસ ફરિયાદ નહી લેતા આજે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયા ફરિયાદ લેવા બાબત રજુઆત કરતા અટકાય કરવામાં આવી છે તેવો આમ આદમી પાર્ટી પાર્ટીએ આરોપ લગાવ્યો છે.  જોકે ભાવનગર રેન્જ આઈ જી ગૌતમ પરમારે આ બાબતે  કહ્યું કે, ગોપાલ ઇટાલીયાની કોઈ અટકાયત કરવામાં આવી નથી.

ઉમરાળા પોલીસ સ્ટેશન બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉમરાળા પોલીસ મથક બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રામ ધૂન બોલાવવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાની ઉમરાળા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા મામલો બીચકાયો છે.

ADVERTISEMENT

ઉમરાળા તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતા સમાજની લાગણી દુભાતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આહિર સમાજના અમિતભાઈ ડાંગર દ્વારા ઉમરાળા પોલીસ મથકમાં ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વિથ ઈનપુટ: નીતિન ગોહિલ, ભાવનગર 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT